Dahod: બાળકના અપહરણના કિસ્સામાં બાળકચોર મહિલાની માહિતી આપનારને પોલીસ આપશે ઇનામ

|

Jan 23, 2023 | 6:58 PM

પોલીસે  (Police) લોકો મદદમાં આવે તે માટે સોશિયલ મીડિયા પર નંબર જાહેર કર્યા છે અને એમ પણ કહ્યું છે કે બાળકચોર મહિલાની માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેમજ આ મહિલાની માહિતી આપનારને  ઇનામ પણ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

દાહોદના ધાનપુરમાં રેખા નામની યુવતી કુટુંબ નિયોજનના ઓપરેશન માટે આરોગ્ય કેન્દ્રમાં પહોંચી હતી, જ્યાં તેની સાથે તેનું 1 માસનું  બાળક હતું. રેખા જ્યારે ઓપરેશનમાં હતી ત્યારે  તેના બાળકનું અપહરણ થઈ ગયું હતું. આ ઘટનામાં  દાહોદ પોલીસે હવે સોશિયલ મીડિયાની મદદ લીધી છે અને બાળકચોર મહિલા અંગે માહિતી આપનાર વ્યક્તિને તેઓ ઈનામ આપશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.

આ ઘટનાની તપાસમાં પોલીસ એલસીબી,એસઓજી, સ્થાનિક પોલીસ તેમજ રણધીકપુર પોલીસ મળી કુલ છ ટીમો તપાસમાં  જોડાયેલી છે ત્યારે  પોલીસે  આ માટે લોકો મદદમાં આવે તે માટે સોશિયલ મીડિયા પર નંબર જાહેર કર્યા છે અને એમ પણ કહ્યું છે કે  મહિલાની માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેમજ આ મહિલાની માહિતી આપનારને  ઇનામ પણ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ધાનપુર સીએચસીમાં લગાવેલા સીસીટીવી પણ બે  વર્ષથી  બંધ હોવાથી આ અજાણી મહિલા અંગે કોઈ માહિતી મળી નથી રહી અને 40 કલાક બાદ પણ બાળકને શોધવામાં પોલીસ નિષ્ફળ રહી છે ત્યારે  છેલ્લા એક મહિનામાં બાળકને જન્મ આપનાર મહિલાઓની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

શું હતી સમગ્ર ઘટના?

સમગ્ર ઘટનાની વાત કરીએ તો ધાનપુર તાલુકાના સુરપુર ગામની રેખા નામની મહિલા કુટુંબ નિયોજનના ઓપરેશન માટે ધાનપુર આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી હતી. ઓપરેશન માટે જતા પહેલાં રેખાએ પોતાના ત્રણેય સંતાનોને રેઢાં મુક્યા. એક તરફ રેખાનું ઓપરેશન ચાલતુ હતુ તો બીજી તરફ અજાણી મહિલાએ તેનો ફાયદો ઉઠાવ્યો હતો.

બાળકોની એકલતાનો લાભ ઉઠાવીને અજાણી મહિલાએ 1 માસના બાળકના અપહરણનો કારસો રચ્યો અને અન્ય બે બાળકોને રૂપિયા આપી બિસ્કિટ લેવા મોકલ્યા હતા અને બાળકને લઇને આ મહિલા જતી રહી હતી.  આ  મહિલાએ બુકાની બાંધી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

Next Video