DAHOD : 700 વિદ્યાર્થીઓ વાળી પ્રાથમિક શાળા પાસે નથી પોતાનું બિલ્ડીંગ, કોન્ટ્રાક્ટ પૂરો થતાં મકાન ખાલી કરવાનો વારો

|

Dec 28, 2021 | 6:25 PM

DAHOD NEWS : પ્રાથમિક શાળાનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં મકાન ખાલી કરવાનો વારો આવ્યો છે અને શાળા સંચાલકો ચિંતામાં મુકાયા છે. 700 વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બનતાં વાલીઓમાં રોષ વ્યાપ્યો છે.

DAHOD : દાહોદમાં વાલીઓ અને સંચાલકો માટે પણ અજબ મુંઝવણ આવી ગઈ છે.બાળકોને ભણવું છે, શિક્ષકોને પણ બાળકોને ભણાવવા છે, વાલીઓએ પણ બાળકોને આ જ શાળામાં રાખવા છે પરંતુ એવું થઈ શકે એમ નથી. કારણકે દાહોદમાં 1937માં બનેલી શાલા છેલ્લા બે વર્ષથી ભાડાના મકાનમાં ચાલી રહી છે. ઝાલોદ રોડ પર આવેલી પ્રાથમિક શાળાનો કોન્ટ્રાક્ટ પૂરો થતા અને ભાડુ સમયસર ન મળતા મકાન માલિકે બિલ્ડીંગ ખાલી કરવાનું ફરમાન કર્યું છે જેને કારણે શાળા સંચાલકો ચિંતામાં મુકાયા છે.શાળા સંકુલના અભાવે તેમજ સરકારી ઢીલી નીતિના કારણે ઝાલોદ રોડ પ્રાથમિક શાળાના 700 વિદ્યાર્થીઓના ભાવિ અંધકારમય બન્યા છે.

જર્જરિત શાળાની આ સ્થિતિ માટે તંત્રને અનેક રજૂઆત કરવામાં આવી છતાં અધિકારીઓના પેટનું પાણી નથી હલતું.છેલ્લા બે વર્ષથી શિક્ષકો શાળાનું ભાડુ ચુકવી રહ્યાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, ત્યારે બીજી તરફ સરકારની ઢીલી નિતિ કહો કે, અધિકારીઓની અવગણના પરંતુ જર્જરીત બિલ્ડીંની પરિસ્થિત જેમની તેમ છે.ઉપરથી માલિક દ્વારા ભાડાની જગ્યા ખાલી કરવાનું ફરમાન પણ આવી ગયું છે. જેને કારણે વાલીઓમાં ભરપૂર રોષ છે.કેમકે 1937માં સ્થપાયેલી શાળા સાથે તેમના જૂની લાગણીઓ પણ સંકળાયેલી છે.

ગુજરાતી માધ્યમની શાળા હોવાથી દાહોદ શહેરના વાલ્મિકી સમાજ સહિતના દરિદ્ર નારાયણ કહેવાતા લોકોના બાળકો અભ્યાસ કરે છે. આ શાળામાં અભ્યાસ કરતાં અંદાજે 8૦૦થી વધારે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની રહ્યું છે.પરંતુ જોકે શાળાનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં તેમજ ભાડું સમયસર ન મળતા મકાન માલિક દ્વારા મકાન ખાલી કરવાનું ફરમાન કરવામાં આવ્યું છે..જેને કારણે વિદ્યાર્થીઓ શાળા વિહોણા બન્યા છે. ત્યારે આક્રોષિત વાલીઓએ દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.

આ પણ વાંચો : NARMADA : કોરોના વાયરસ અને ઓમિક્રોનના વધતા કેસો વચ્ચે SOU પર જામી રહી છે પ્રવાસીઓની ભીડ

Next Video