Dahod : પોલીસ કોન્સ્ટેબલ સહિત ચાર લોકો વિરુદ્ધ દારૂના વેચાણનો ગુનો નોંધાયો

|

Jan 16, 2022 | 10:55 PM

ગુજરાતના દાહોદ(Dahod)સંજેલી પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ(Constable) વિરૂદ્ધ દારૂ વેચવાનો(Liquor Sell) ગુનો નોંધાયો છે.કોન્સ્ટેબલ સહિત ચાર ઇસમને રૂ.1.54 લાખના દારૂ સાથે ઝડપી પાડ્યા છે. કોન્સ્ટેબલ પાયલોટિંગ કરી દારૂનો જથ્થો લાવતા હોવાનું સામે આવ્યું છે.. દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે.. જ્યારે કોન્સ્ટેબલ સહિતના ત્રણ આરોપી ફરાર છે.. પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ નીનામા પાયલોટિંગ કરી […]

ગુજરાતના દાહોદ(Dahod)સંજેલી પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ(Constable) વિરૂદ્ધ દારૂ વેચવાનો(Liquor Sell) ગુનો નોંધાયો છે.કોન્સ્ટેબલ સહિત ચાર ઇસમને રૂ.1.54 લાખના દારૂ સાથે ઝડપી પાડ્યા છે. કોન્સ્ટેબલ પાયલોટિંગ કરી દારૂનો જથ્થો લાવતા હોવાનું સામે આવ્યું છે.. દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે.. જ્યારે કોન્સ્ટેબલ સહિતના ત્રણ આરોપી ફરાર છે.. પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ નીનામા પાયલોટિંગ કરી દારૂનો જથ્થો ધુસાડવામાં મદદ કરતો હોવાનું સામે આવ્યું છે.. ઝાલોદ પોલીસે ફરાર આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં આ કામ કેટલા સમયથી કરવામાં આવતું  હતું અને આ ગુનામાં કોની કોની સંડોવણી છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી રહી છે.

રાજ્યના આદિવાસી વિસ્તાર અને  મધ્ય પ્રદેશની સીમાને અડીને આવેલા દાહોદમાં દારૂની હેરાફેરી કેવી રીતે કરવામાં આવતી  હતી.  તેમજ આ સમગ્ર મોડસ ઓપરેન્ડીની તપાસ પણ કરવામાં આવશે, ગુજરાતના દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ છે તેમ છતાં પોલીસ વિભાગના કર્મચારી દ્વારા જ આ  પ્રકારની કામગીરીના સંડોવણી સામે આવતા પોલીસ તંત્રમાં પણ આશ્ચર્ય ઊભું થયું છે. જેમાં જેની ફરજ  ગેર કાયદે દારૂને ઝડપવાની છે તે વ્યક્તિ જ  જો દારૂની ગેરકાયદે હેરાફેરીમાં સામેલ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના નવા 10150 કેસ નોંધાયા, આઠ લોકોએ જીવ ગુમાવ્યો

આ પણ વાંચો :  Gujarat ની પેરા એથલેટ માનસી જોશીનું અનોખુ સન્માન, બાર્બી શિરોઝના ક્લબમાં સામેલ

Next Video