સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના ચાંદોદમાં નર્મદા નદી બે કાંઠે, કાંઠા વિસ્તારોના ગામોને કરાયા એલર્ટ

|

Aug 16, 2022 | 10:16 AM

વડોદરાના (Vadodara) ડભોઈના ચાંદોદમાં પસાર થતી નર્મદા નદીનું (Narmada river) જળસ્તર વધ્યું છે. નર્મદા નદીમાં પાણી છોડાતા નદીમાં પાણીની આવક વધી છે. જેને લઈને તંત્રએ નદીકાંઠાના ગામોને એલર્ટ રહેવા સૂચના આપી છે.

ગુજરાતમાં (Gujarat) ચોમાસાએ (Monsoon 2022) જમાવટ કરી છે. ગુજરાત અને ઉપરવાસમાં સારા વરસાદ બાદ સરદાર સરોવર નર્મદા ડેમની (Sardar Sarovar Narmada Dam) જળ સપાટીમાં વધારો થતાં ડેમના 23 દરવાજા 1.90 મીટર સુધી ખોલી પાણી છોડાઇ રહ્યુ છે. ડેમમાંથી 3 લાખ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં (Narmada river) છોડાતાં નદી ગાંડીતૂર બની છે. ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા ડેમનું જળસ્તર વધ્યું હતું. ડેમનું પાણી છોડાતા ડભોઇના ચાંદોદમાં નર્મદા નદી બે કાંઠે વહેતી થઇ છે. નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે.

ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના ડભોઈના ચાંદોદમાં પસાર થતી નર્મદા નદીનું જળસ્તર વધ્યું છે. નર્મદા નદીમાં પાણી છોડાતા નદીમાં પાણીની આવક વધી છે. જેને લઈને તંત્રએ નદીકાંઠાના ગામોને એલર્ટ રહેવા સૂચના આપી છે. નીચાણવાળા નંદેરીયા, ભીમપુરા, ચાંદોદ અને કરનાળી ગામ એલર્ટ પર છે. નંદેરીયા ગામે નદી કિનારાના 5 પરિવારના આશરે 15 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. મલ્હારાવ ઘાટ ડૂબ્યા બાદ કરનાડી ગામમાં પાણી આવે તેવી શકયતા છે.

ડભોઇના ચાંદોદમાં નર્મદા નદી બે કાંઠે થઇ છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં પાણીની આવક વધી છે ત્યારે પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના 20 પગથીયા પાણીમાં ડૂબ્યા છે. ગ્રામજનો અને યાત્રિકોને સાવચેત રહેવા તંત્રએ સૂચના આપી છે. નર્મદા ડેમના 23 દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડાઇ રહ્યુ છે.

મહત્વનું છે કે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી 3 લાખ 2 હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ છે. નર્મદા ડેમની જળસાપટી હાલમાં 134.97 મીટરે પહોંચી છે. નર્મદા ડેમની જળસપાટીમાં ગઈકાલની સરખામણીએ 0.54 સેન્ટીમીટરનો ઘટાડો નોંધાયો છે. નર્મદા ડેમના 23 દરવાજા ખોલીને 1.65 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તો બીજી તરફ બે પાવર હાઉસ ચાલુ થતા 49 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં હાલ 2 લાખ 14 હજાર ક્યુસેક પાણી વહી રહ્યું છે.

Published On - 9:59 am, Tue, 16 August 22

Next Video