Cyrus Mistry Death : ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતના નિધન, બે લોકોને સારવાર માટે વાપીની હોસ્પિટલમાં ખસેડાયા

|

Sep 04, 2022 | 7:40 PM

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીની (Cyrus Mistry) કારનો મુંબઇના પાલધર સાથે અકસ્માત થતાં સાયરસ મિસ્ત્રીનું નિધન થયું છે. જ્યારે કારમાં સવાર અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થતાં પીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમને વાપીની રેઇનબો હોસ્પિટલમાં બે ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે

ટાટા ગ્રુપના(Tata Group)  પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીની(Cyrus Mistry)  કારનો મુંબઇના પાલધર સાથે અકસ્માત(Accident)  થતાં સાયરસ મિસ્ત્રીનું નિધન થયું છે. જ્યારે કારમાં સવાર અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થતાં પીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમને વાપીની રેઇનબો હોસ્પિટલમાં બે ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે. આ ઇજાગ્રસ્તોમાં ડૉ દારાયસ દિનશા પંડોલ અને ડૉ અનાહિતા દારાયાસ પંડોલનો સમાવેશ છે. આ બંને સાયરસ મિસ્ત્રીના સ્વજન છે.

ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું નિધન થયું છે. આ માર્ગ અકસ્માત મુંબઈ નજીક પાલઘરમાં થયો હતો.ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું નિધન થયું છે. મુંબઈના પાલઘરમાં એક માર્ગ અકસ્માતમાં ઉદ્યોગપતિનું મોત થયું હતું. સાયરસ પલોનજી મિસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1968ના રોજ થયો હતો. તેઓ 28 ડિસેમ્બર 2012ના રોજ ટાટા જૂથના ચેરમેન બન્યા હતા. ટાટા ગ્રુપે 24 ઓક્ટોબર 2016ના રોજ સાયરસ મિસ્ત્રીને ચેરમેન પદેથી હટાવ્યા હતા.

મિસ્ત્રીએ મુંબઈની કેથેડ્રલ અને જ્હોન કોનન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેણે ઈમ્પીરીયલ કોલેજ, લંડનમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં BS અને લંડન બિઝનેસ સ્કૂલમાંથી મેનેજમેન્ટમાં માસ્ટર ઓફ સાયન્સ સાથે સ્નાતક થયા.

Published On - 6:20 pm, Sun, 4 September 22

Next Video