માંડવી, દ્વારકા અને પોરબંદર વિસ્તારમાં બિપોરજોય વાવાઝોડા (Biporjoy Cyclone) પહેલા અસર જોવામાં આવી રહી છે. હાલમાં 5 કિલોમીટરની ઝડપે દરિયાકાંઠા વિસ્તાર તરફ વાવોઝોડુ આગળ વધી રહ્યુ છે. દ્વારકા કાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દરિયાના મોજા દ્વારકામાં 10 થી 15 ફુટ જેટલા ઉછળી રહ્યા છે. ચક્રવાત હજુ દૂર હોવા છતાં પણ દરિયાકાંઠા વિસ્તારમાં તેની અસર જોવા મળી રહી છે. દ્વારકામાં 6 હજારથી વધારે લોકોને સલામત સ્થળે આશ્રય આપવામાં આવ્યો છે. દ્વારકાને જોડતો બસ અને રેલવે વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો.
માંડવી વિસ્તારમાં સૌથી વધારે અસર થઈ શકવાની સંભાવના છે. માંડવીના દરિયાકાંઠા વિસ્તારમાં અત્યાર કરંટ જોવા મળી રહ્યો છે. અસર જે છે અહીંના વિસ્તારમાં વધારે જોવા હાલમાં મળી રહી છે, દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. કાંઠા વિસ્તારના મંડપ પણ હાલના ભારે પવનમાં તૂટી ચૂક્યા છે. વાવાઝોડુ માંડવીથી કરાચી વચ્ચે લેન્ડ ફોલ થઈ શકે છે, જેની અસર કચ્છમાં વધારે કરી શકે છે. એટલે કે વાવાઝોડુ લેન્ડ ફોલ થયા બાદ તે મુશ્કેલી સર્જી શકે છે. બુધવારે બપોરબાદ પવનનુ પ્રમાણ વધી શકે છે.
પોરબંદરના અહેવાલને જોવામાં આવે તો, હાલમાં દરિયાના મોજા અહીં પણ ખૂબ જ ઉંચા ઉછળી રહ્યા છે. દરિયા કાંઠા વિસ્તારના દ્રશ્યો જોઈ શકાય છે કે, કરંટ ખૂબ જ જોવા મળી રહ્યો છે. પોરબંદરના દરિયાકાંઠાથી નજીકના વિસ્તારના લોકોને સલામત રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. પોરબંદરમાં પવન સાથે વરસાદ પણ વરસી રહ્યો છે.