Cyclone Biporjoy : બનાસકાંઠાના નડાબેટમાં ભારે પવન સાથે વરસાદ, જુઓ Video

નડાબેટ અને આસપાસમાં ધોધમાર વરસાદે લોકોને મુશ્કેલીમાં મૂક્યા છે. ભારે વરસાદને કારણે ઝીરો વિઝિબિલિટીના દ્રશ્યો સર્જાય હતા. રસ્તા પરથી પસાર થવું લોકો માટે મુશ્કેલ બન્યું હતું.

| Edited By: | Updated on: Jun 16, 2023 | 8:30 PM

Cyclone Biporjoy: બનાસકાંઠાના નડાબેટ ખાતે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. નડાબેટના રણ વિસ્તારમાં વાવાઝોડાનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. નડાબેટ અને આસપાસમાં ધોધમાર વરસાદે લોકોને મુશ્કેલીમાં મૂક્યા છે. વાવાઝોડાની સ્થિતિને લઇને તંત્ર એલર્ટ બન્યું છે.આગામી બે દિવસ વારસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાની અસરને કારણે ઝીરો વિઝિબિલિટીના દ્રશ્યો સામે આવ્યા છે.

આ પણ વાંચો : ડીસા, થરાદમાં પડયો 4 ઇંચ વરસાદ, ઘર પરના પતરા ઉડી ગયા, જુઓ Video

બીજી તરફ અંબાજી પંથકમાં ભારે વરસાદ છે. બીપોર જોય વાવાઝોડાના પગલે અંબાજી પંથકમાં ભારે વરસાદ છે. 15 અને 16 જુને બનાસકાંઠામાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી અપાઈ હતી. બજારોમાં પાણી ભરાયા હતા. બજારોમાં પાણીની નદીઓ જોવા મળી હતી. ભર ઉનાળે બજારમાં ચોમાસા જેવી પાણીની નદીઓ વહેતી થઈ છે. હાઇવે માર્ગ પણ પાણીમાં ગરકાવ થયા હતા.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો