Cyclone Biporjoy: અમદાવાદમાં આજે સાંજથી વાવાઝોડાની અસર વર્તાશે, મનપાએ વિવિધ ઝોનમાં 24 કલાકના કંટ્રોલ રૂમ તૈયાર કર્યો

|

Jun 15, 2023 | 9:46 AM

અમદાવાદમાં 15 તારીખની સાંજ પછી વાવાઝોડાની અસર વર્તાશે. હવામાન વિભાગે 2 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાની આગાહીને લઇ અમદાવાદ મહાનગરપાલિકાએ એક કન્ટ્રોલ રૂમ તૈયાર કર્યો છે.

Cyclone Biporjoy: અમદાવાદમાં આજે સાંજથી વાવાઝોડાની અસર વર્તાશે, મનપાએ વિવિધ ઝોનમાં 24 કલાકના કંટ્રોલ રૂમ તૈયાર કર્યો
Ahmedabad

Follow us on

Cyclone Biporjoy : અમદાવાદમાં 15 તારીખની સાંજ પછી વાવાઝોડાની અસર વર્તાશે. હવામાન વિભાગે 2 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાની આગાહીને લઈ અમદાવાદ મહાનગરપાલિકાએ એક કંટ્રોલ રૂમ તૈયાર કર્યો છે. કંટ્રોલ રૂમ દ્વારા સતત 24 કલાક વાવાઝોડાનું મોનિટરિંગ કરાઇ રહ્યું છે.

આ પણ વાંચો: Breaking News : ગુજરાત પર તોળાઈ રહેલા સંકટ વચ્ચે આજથી અમદવાદના સાબરમતી રિવરફ્રન્ટ સહિત અનેક પર્યટન સ્થળ બંધ

કોઇ પણ વ્યક્તિ વાવાઝોડા અંગે 1055/303 પર ફરિયાદ નોંધાવી શકશે. તેમજ નાગરિકો 9978355303 નંબર પર વોટ્સએપ મારફતે પણ ફરિયાદ કરી શકશે. કન્ટ્રોલ રૂમમાં 24 કલાક કર્મચારીઓને કાર્યરત રાખવામાં આવશે. દરેક ઝોનલ કચેરીમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 35થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મહાનગરપાલિકાના બગીચા વિભાગ દ્વારા વૃક્ષો કાપ્યા

મહાનગરપાલિકાના બગીચા વિભાગ દ્વારા 900થી વધુ વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા છે. વાવાઝોડા દરમિયાન લોકો ઝાડની નીચે ઉભા રહેવાનું ટાળે. જે લોકોનું પ્રાઇવેટ ગાર્ડન છે તેને પણ ટ્રીમ કરવા માટે મનપાની મદદ લઇ શકે છે. અમદાવાદના 2 લાખ પૈકી 1.60 લાખ વીજપોલની સ્ટેબિલીટી અને વાયર બોર્ડની ચકાસણી કરાઇ છે.

અમદાવાદમાં 1380 મનપા અને ખાનગી હોર્ડિંગના સ્ટ્રક્ચરની પણ તપાસ કરવામાં આવી છે. પાણીનો સપ્લાય મળી રહે તે માટે પણ ચકાસણી પૂર્ણ થઇ ગઇ છે. વધુ વરસાદના કારણે ભરાયેલા પાણીના નિકાલ માટે પણ 83 પંપ સાથે વધારાના 10 વરૂણ પંપ લેવાયા છે. અટલ બ્રિજ અને રિવરફ્રન્ટ 24 કલાક માટે બંધ રખાશે. રાહત અને બચાવ કાર્ય માટે ફાયરની 15 ટીમ 5 બોટિંગ સ્ટાફ સહિતની ટીમ તૈયાર છે.

તો બીજી તરફ બિપરજોય વાવાઝોડાને પગલે આજથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ અને અટલબ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMCએ સાવચેતીના પગલારૂપે 15 જૂનથી ગુરૂવારના રોજ બપોરે 2 વાગ્યાથી 16 જૂન શુક્રવાર સુધી રિવરફ્રન્ટનો લોઅર પ્રોમિનોડ, અટલબ્રિજ અને કાંકરિયા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેને પગલે કિડ્સ સિટી, પ્રાણીસંગ્રહાલય, બાલવાટીકા, નગીનાવાડી, બટરફલાય પાર્ક સહિત અન્ય તમામ રિક્રીએશન એક્ટિવીટીઝ બંધ રહેશે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article