વાવાઝોડાની અસર પૂર્ણ થતાં દ્વારકાધીશ મંદિરના દ્વાર ખૂલ્યા છે. 4 દિવસ બાદ જગત મંદિરના શિખર પર ધજા ચઢાવવામાં આવી છે. 2 દિવસ બાદ શિખર પર આવી ધજા બદલવામાં આવી હતી. દર્શનાર્થીઓ માટે ફરી મંદિર ખૂલ્યું છે. હર્ષ સંઘવી આ દરમ્યાન હજાર રહ્યા હતા. હર્ષ સંઘવીએ પુજા કરી હતી. જે બાદ આ ધજા ચડાવવામાં આવી છે.
આ પણ વાંચો : વાવાઝોડાની પરિસ્થિતિને લઈ દ્વારકા મંદિર એક દિવસ માટે બંધ
બિપરજોય વાવાઝોડું આક્રમક સ્વરૂપ ધારણ કરતાં દરિયામાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા હતા. જેની વચ્ચે દ્વારકા મંદિર એક દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મંદિરે આવતા ભક્તોના જાનમાલને નુકશાન ના થાય તેને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મહત્વનુ છે કે, આ સાથે દ્વારકાના જગત મંદિર પરની ધ્વજા ક્ષતિગ્રસ્ત થઇ હતી જેને લઈ વાવાઝોડાની સ્થિતિ સામાન્ય બનતા પૂજા વિધિ કરી ફરીથી ધજા ચડાવવામાં આવી હતી. જે દરમ્યાન ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા.