બિપોરજોય વાવાઝોડાના ખતરાને લઇ સોમનાથ મંદિર ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લીધો છે. સોમનાથ દાદાના દર્શન કરવા ન આવવા ભક્તોને અપીલ કરવામાં આવી છે. ભક્તોને કોઇ તકલીફ ન થયા તે માટે મંદિર ટ્રસ્ટે ભક્તો માટે દર્શન બંધ કર્યા છે. સાથે સાથે બિપોરજોય વાવાઝોડાને ધ્યાન રાખી સોમનાથમાં વોક વે પણ બંધ કરાયો છે. સોમનાથના ઇતિહાસને ઉજાગર કરતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ બંધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Rajkot : બિપરજોય વાવાઝોડાના ખતરાને લઈને PGVCL એલર્ટ, સૌરાષ્ટ્રમાં 11 હજારથી વધુ કર્મચારીઓ સ્ટેન્ડ ટુ, જુઓ Video
આ તરફ ગીરસોમનાથ જિલ્લા વહીવટીતંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. વેરાવળ સોમનાથના દરિયા પર સહેલાણીઓ ફરી રહ્યા હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં દરિયા કિનારે જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કલેક્ટરના જાહેરનામા છતા સહેલાણીઓ દરિયાકિનારે ફરી રહ્ય છે. વેરાવળ સોમનાથના દરિયાના મોજા નજીક બેસી લોકો નજારો માણતા જોવા મળ્યા હતા.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો