Cyclone Biparjoy : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં કરાયો મહાઅભિષેક, વાવાઝોડાને ટાળવા કરાઈ વિશેષ પૂજા અર્ચના, જુઓ Video
Gir Somnath: સોમનાથ મહાદેવ મંદિરમાં આજે મહાઅભિષેક કરવામાં આવ્યો. વાવાઝોડાના સંકટને ટાળવા ભગવાન મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી અને રાજ્ય પરથી વાવાઝોડાનું સંકટ ટળે તે અંગે પ્રાર્થના કરવામાં આવી.
રાજ્યમાં સંભવિત બિપરજોય વાવાઝોડાનું સંકટ ઘેરાયુ છે. જેને લઈને લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે સોમનાથના મહાદેવ મંદિરમાં મહાઅભિષેક કરવામાં આવ્યો. વાવાઝોડાના સંકટને ટાળવા ભગવાન મહાદેવની પૂજા-અર્ચના કરવામાં આવી. બ્રાહ્મણોએ ભગવાન શિવને ઘી, દહીં, મધ, દૂધ અર્પણ કરીને વાવાઝોડાનું સંકટ ટાળવા પ્રાર્થના કરી. વાવાઝોડું દરિયામાં જ સમાઇ જાય તે માટે બ્રાહ્મણોએ ભગવાનનો અભિષેક કર્યો.
આ પણ વાંચો : Biparjoy Cyclone: ગીર સોમનાથમાં તોફાની પવન સાથે વરસાદ વરસતા વૃક્ષો ધરાશાયી, જુઓ Video
દેશ અને રાજ્યમાં કોઇ પણ અનિચ્છનીય બનાવ કે નુકસાન ન થાય તે માટે ભગવાન મહાદેવનો મહાઅભિષેક કરવામાં આવ્યો. પ્રભાસ તીર્થ સોમપુરાના પુરોહિતો દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી. બિપોરજોય વાવાઝોડાને લઇ સૌરાષ્ટ્રમાં તંત્રએ તમામ તૈયારી કરી છે. જેથી આપાતકાલીન સમયમાં સાવચેતી રાખી શકાય. ત્યારે ધાર્મિક વિશ્વાસ સાથે વાવાઝોડાના સંકટને ટાળવા પૂજા-અર્ચના કરીને મહાઅભિષેક કરાયો.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
