Cyclone Biporjoy: માંડવી બીચ પર તોફાનને કારણે દરિયાના મોજા ફૂડ સ્ટોલ સુધી પહોંચ્યા, જુઓ Video

|

Jun 15, 2023 | 5:54 PM

માંડવી બીચ પર દરિયામાં તોફાનને કારણે બીચ પર સ્ટોલ અને શેડ સહિત અન્ય વસ્તુઓને નુકસાન થયું છે. પોલીસે માંડવી બીચ તમામ માટે બંધ કરી દીધો છે. વાવાઝોડાની વિનાશક અસર વચ્ચે દરિયાની સપાટી બમણી થઈ ગઈ

Cyclone Biporjoy: માંડવી બીચ પર દરિયામાં તોફાન જોવા મળ્યા છે. બીપરજોય વાવાઝોડાની વિનાશક અસર વચ્ચે દરિયાની સપાટી બમણી થઈ છે. દરિયાના મોજા કિનારા નજીક ફૂડ સ્ટોલ સુધી પહોંચ્યા છે. બીચ પર સ્ટોલ અને શેડ સહિત અન્ય વસ્તુઓને નુકસાન થયું છે. પોલીસે માંડવી બીચ તમામ માટે બંધ કરી દીધો છે. પોલીસ સુરક્ષા અને મીડિયા કર્મચારીઓને પણ હાલ માટે બીચ પરથી રોકી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : વાવાઝોડાને લઈને ભારતીય નેવી પણ સજ્જ , નેવીના એરક્રાફ્ટ ગોવામાં સ્ટેન્ડબાય, જુઓ Video

કચ્છના માંડવીના દરિયામાં હાલ ભારે પવન ફૂંકાય રહ્યો છે. દરિયાના પાણી જેટીમાં ફરી વળ્યા છે. વાવાઝોડું રાત્રે લેન્ડફોલ કરશે તેવી પણ માહિતી સામે આવી છે. માંડવી અને કરાચી વચ્ચે વાવાઝોડું ટકરાશે. માંડવીમાં વાવાઝોડાની ભારે અસર થશે તેવું પણ મરીન એન્જીનિયર કુલદીપસિંહ દ્વારા જાણવાયુ છે. કચ્છ-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેડિકલ ટીમ અને સ્પેશિયાલિસ્ટ્સને મોકલવામાં આવ્યા છે. જેમાં મોરબીમાં 10, કચ્છમાં 15, દ્વારકામાં 5, જામનગરમાં 2, ગિર સોમનાથમાં 2 અને 30 જેટલા સ્પેશિયાલિસ્ટ્સ ડોક્ટરોને સંભવિત અસરગ્રસ્ત થનારા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video