Gujarati Video : સંભવિત બિપરજોય વાવાઝોડાને લઈને સુરતના બંને બીચ બંધ કરાયા, દરિયાકિનારે જોવા મળ્યો કરંટ

|

Jun 09, 2023 | 10:00 AM

સુરત શહેર અને જિલ્લાના અધિકારી, કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા કલેક્ટર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. વાવાઝોડું શાંત ન થાય ત્યાં સુધી સાવચેતીના પગલાં ભરવા સૂચના આપી છે.

Surat :  સંભવિત બિપરજોય (Biparjoy)  વાવાઝોડાને લઈને દરિયાકાંઠા (coastal area) વિસ્તારોમાં તંત્ર એલર્ટ થઇ ગયુ છે. ખાસ કરીને સુરત જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યુ છે. સુરત શહેરના બંને બીચ બંધ કરવામાં આવ્યા છે. દરિયાકિનારે કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે તમામ કર્મચારીઓની રજા પણ રદ કરવામાં આવી છે. તબીબી કારણોસર મંજૂર થયેલી રજા જ આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેર અને જિલ્લાના અધિકારી, કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા કલેક્ટર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. વાવાઝોડું શાંત ન થાય ત્યાં સુધી સાવચેતીના પગલાં ભરવા સૂચના આપી છે.

આ પણ વાંચો- Ahmedabad : શાસ્ત્રી બ્રિજની બંને સાઇડ ટ્રાફિક પોલીસે સંભાળ્યો મોરચો, હવે માત્ર નાના વાહનો જ કરી શકશે અવરજવર

બિપરજોય વાવાઝોડાની અસરના પગલે આગામી બે દિવસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે.. 10 જૂને સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ, તાપી, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. જ્યારે 11 જૂને વડોદરા, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, ભરૂચ, તાપી, રાજકોટ, પોરબંદરમાં વરસાદ પડી શકે છે. 12 જૂનની વાત કરીએ તો, આણંદ, વડોદરા, સુરત, નવસારી, ડાંગ, નર્મદા, વલસાડ, ભરૂચ, તાપી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, દ્વારકા, અમરેલી, ગીરસોમનાથ અને ભાવનગરમાં વરસાદ પડવાની શક્યતા છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video