દેવભૂમિ દ્વારકામાં બિપરજોય વાવાઝોડા (Cyclone Biparjoy) ને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. લોકોની સુરક્ષાને લઈને તંત્ર દ્વારા તમામ તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે. વાવાઝોડા અને ભારે વરસાદને પગલે દરિયાકાંઠાના આસપાસના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. લોલાઈન એરિયામાં રહેતા લોકો માટે તંત્ર દ્વારા શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવી છે.
તંત્ર દ્વારા ઓખામાં સાત અલગ અલગ સ્થળોએ શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમા સરકારી સ્કૂલોમાં સ્થળાંતર કરાયેલા લોકોના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઓખાની પ્રાથમિક શાળા નંબર 1માં 200થી વધુ લોકોને રાખવામાં આવ્યા છે. અહીં તેમના માટે રહેવા જમવા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારની સૂચના મુજબ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ પણ વાંચો: Porbandar: કુંવરજી બાવળીયા પહોંચ્યા પોરબંદર, વાવાઝોડાની સ્થિતિ અંગે કરી સમીક્ષા, જુઓ Video
જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ તમામ વ્યવ્થા પર સીધુ મોનિટરીંગ કરી રહ્યા છે. ઓખા નગરપાલિકાના ઈન્ચાર્જ ઉદય નસીતના જણાવ્યા મુજબ નગરપાલિકા વિસ્તારના કુલ 819 લોકોને અલગ અલગ સાત આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે.
Input Credit- Yunus Gazi- Okha, Dwarka