Gujarati NewsVideosGujarat videosCyclone Biparjoy 7 out of 10 talukas of the district in Kutch affected by Cyclone Biporjoy more than 35 thousand people evacuated
Cyclone Biporjoy: કચ્છમાં જિલ્લાના 10 પૈકી 7 તાલુકા બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત, 35 હજારથી વધુ લોકોનુ કરાયુ સ્થળાંતર
Kutch: કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડામાં 10 પૈકી 7 તાલુકાના 120 ગામો અસરગ્રસ્ત છે. જેમા અબડાસાના 19, ભચાઉના 17, અંજારના 8, ગાંધીધામના 7, માંડવીના 19, મુન્દ્રાના 15 અને લખપતના 35 ગામો અસરગ્રસ્ત છે. દરિયાકાંઠાથી 0 થી 5 કિલોમીટરના વિસ્તારના 72 ગામો જ્યારે 5 થી 10 કિલોમીટરના વિસ્તારના 48 ગામો મળી કુલ 120 ગામો અસરગ્રસ્ત છે.
Kutch: બિપરજોય વાવાઝોડા (Biporjoy Cyclone) ને લઈને કચ્છ જિલ્લા તંત્ર સાબદુ બન્યુ છે. તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. જિલ્લાના 10 પૈકી 7 તાલુકા વાવાઝોડાથી અસરગ્રસ્ત છે. આ સાત તાલુકાના કુલ 120 ગામો અસરગ્રસ્ત છે. જે પૈકી 35 હજાર 822 લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યુ છે. જ્યારે હજુ 43,625 લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યુ છે.
બિપર જોય વાવાઝોડા અંગે કચ્છ જિલ્લાની માહિતી
કુલ 10 તાલુકા પૈકી 7 અસરગ્રસ્ત તાલુકાના 120 ગામો અસરગ્રસ્ત