પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પૂર્ણિમાને લઈ ભક્તોની ભીડ ઉમટી, જુઓ

|

Jun 22, 2024 | 3:11 PM

યાત્રાધામ શામળાજી માં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ભગવાન કાળિયા ઠાકર ની ઝાંખી કરવા ઉમટી પડ્યું છે. દરેક પુષ્ટિ સંપ્રદાય મંદિરો માં પૂર્ણિમા નું અનેરું મહત્વ હોય છે. આજે ભગવાન શામળિયા ને ખાસ ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાવેલ મલમલ ના વાઘા પહેરાવવા માં આવ્યા છે. ભગવાન ને સોના આભૂષણો ના શણગાર કરવા માં આવ્યા છે.

જેઠ માસ ની પૂર્ણિમા છે ત્યારે યાત્રાધામ શામળાજી માં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ભગવાન કાળિયા ઠાકર ની ઝાંખી કરવા ઉમટી પડ્યું છે. દરેક પુષ્ટિ સંપ્રદાય મંદિરો માં પૂર્ણિમા નું અનેરું મહત્વ હોય છે. આજે ભગવાન શામળિયા ને ખાસ ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાવેલ મલમલ ના વાઘા પહેરાવવા માં આવ્યા છે. ભગવાન ને સોના આભૂષણો ના શણગાર કરવા માં આવ્યા છે. ભગવાન વિષ્ણુ ને શંખ ચક્ર ગદા અને ગળામાં સોનાની વનમાળાથી ભગવાન શામળિયો ઝળહળી રહ્યો છે.

ત્યારે ભક્તો પણ હરખ ગેલા બની શામળિયા ની શણગાર આરતી નો લાભ લઇ ધન્ય બન્યા છે. સમગ્ર ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશ થી હજારો ભક્તો શામળિયા ના દર્શન કરી ધન્ય બન્યા છે. મંદિર ના પૂજારી દ્વારા દિવસ દરમ્યાન આવતા તમામ મનોરથ ની ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિર પરિસર માં ભુદેવો દ્વારા વૈદિક મંત્રો સાથે પાત્રાસદન સહિત શામળિયાની રાજોપચાર પૂજા પણ થઈ રહી છે. ત્યારે ભક્તો ભગવાન ના દર્શન કરી ધન્ય બન્યા છે.

 

આ પણ વાંચો:  GILના મહિલા અધિકારીનો કરોડોનો ભ્રષ્ટાચાર! 624 ટકા વધુ મિલકત મળતા ACB એ ગુનો નોંધ્યો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video