Surendranagar: વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો, સુકવવા મુકેલો પાક પણ પલળી ગયો

|

Oct 01, 2022 | 11:49 AM

કેટલાક સ્થળોએ વધુ પડતા વરસાદે ખેડૂતોના (Farmers) પાકને (Crop) નુકસાન પહોંચાડ્યુ છે. જેના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના લખપત તાલુકામાં પણ વરસાદને કારણે ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો છે.

ગુજરાતમાં (Gujarat) આ વર્ષે ચોમાસામાં (Monsoon 2022) સારો એવો વરસાદ વરસ્યો છે. ઘણા સ્થળોએ ખેતીને ફાયદાકારક વરસાદ (Rain) વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે બીજી તરફ કેટલાક સ્થળોએ વધુ પડતા વરસાદે ખેડૂતોના (Farmers) પાકને (Crop) નુકસાન પહોંચાડ્યુ છે. જેના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખપત તાલુકામાં પણ વરસાદને કારણે ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો છે. જેના કારણે ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

સુકવવા મુકેલો તલનો પાક પલળી ગયો

વિદાય લેતા ચોમાસાના વરસાદે પણ ખેડૂતો માટે આફત ઉભી કરી છે. સુરેન્દ્રનગરના લખતર પંથકમાં ભારે પવન અને વરસાદના કારણે તાત પરેશાન થયો છે. ભારે પવન ફૂંકાતા કપાસ, જુવાર અને બાજરીનો ખેતરમાં લહેરાતો પાક પડી ગયો તો ખેતરમાં સુકવવા મુકેલો તલનો પાક પણ પલળી ગયો હતો. અનેક ખેતરમાં બિટી કપાસનો તૈયાર પાક પણ ખરી જતા ખેડૂતોને મોટુ નુકસાન ભોગવવું પડ્યું છે.

ઘણા વિસ્તારોમાં વરસાદ

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરા, સુરત, ભરૂચ, અમરેલી અને બોટાદમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે તૈયાર થઈ ગયેલો ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો છે.

Next Video