IPLમાં આજે ખરાખરીનો જંગ, ક્રિકેટ રસિયાઓની સુરક્ષા માટે અમદાવાદ પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો

IPLમાં આજે ખરાખરીનો જંગ, ક્રિકેટ રસિયાઓની સુરક્ષા માટે અમદાવાદ પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો

| Edited By: | Updated on: May 29, 2022 | 10:05 AM

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની આસપાસ 1780 પોલીસ કોન્સ્ટેબલની સાથે 25 PSI અને 17 પોલીસ ઈન્સપેક્ટર સુરક્ષા માટે ખડેપગે તહેનાત રહેશે.

Ahmedabad : IPLના ફાઈનલ મુકાબલામાં આજે ગુજરાત(Gujarat)  અને રાજસ્થાન રોયલ્સ (Rajsthan Royals) વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. IPLના ટાઈટલ જંગ સમયે ક્રિકેટ સ્ટેડિયમમાં એક લાખથી વધારે પ્રેક્ષકો ઉપસ્થિત રહેશે. આ ક્રિકેટ ચાહકોની સુરક્ષા માટે પોલીસ વિભાગ(Ahmedabad Police)  દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમની આસપાસ 1780 પોલીસ કોન્સ્ટેબલની સાથે 25 PSI અને 17 પોલીસ ઈન્સપેક્ટર સુરક્ષા માટે ખડેપગે તહેનાત રહેશે, તો સાત જેટલા ACP અને DCP કક્ષાના અધિકારીઓ પણ સુરક્ષા બંદોબસ્ત પણ ચાંપતી નજર રાખશે.

AMTS અને BRTS દ્વારા ખાસ વધારાની બસોની પણ વ્યવસ્થા

IPLના સેમિફાઈનલ મુકાબલાની જેમ સ્ટેડિયમ સહિત આસપાસના મોટેરા વિસ્તારમાં પણ પોલીસ અને તંત્ર દ્વારા ટ્રાફિક, પાર્કિંગ સહિતની વ્યવસ્થા કરવામાં આવી. ઉપરાંત ક્રિકેટ ચાહકોને સ્ટેડિયમ સુધી જવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે AMTS અને BRTS દ્વારા ખાસ વધારાની બસો પણ સાબરમતી વિસ્તાર સુધી દોડાવવામાં આવશે.આ ઉપરાંત મેચ પૂર્ણ થયા બાદ રાત્રે 11 થી 11-30 કલાક સુધી પ્રેક્ષકોને પરત જવા માટે પણ ખાસ બસો મળી રહેશે.

Published on: May 29, 2022 09:59 AM