Banaskantha : સતત બીજા દિવસે ગૌશાળા સંચાલકોનો વિરોધ, રસ્તા પર પશુઓને છોડી ધરણાની ચીમકી ઉચ્ચારી

|

Sep 24, 2022 | 10:05 AM

ગૌશાળા સંચાલકોની ચીમકીને પગલે જિલ્લા પોલીસ (Banaskantha police) એલર્ટ જોવા મળી રહી છે અને ડીસા સહિત અનેક ગૌશાળા-પાંજરાપોળ બહાર પોલીસે બેરીકેટ ગોઠવી દીધા છે.

સરકાર (Gujarat govt) દ્વારા ગૌશાળા અને પાંજરાપોળને રૂપિયા 500 કરોડની સહાય ન ચૂકવાતા ગૌશાળા સંચાલકો રસ્તા પર ઉતર્યા છે, ત્યારે બનાસકાંઠામાં (banaskantha) સતત બીજા દિવસે ગૌશાળા સંચાલકોનો (Cow shelter trustees)વિરોધ જોવા મળ્યો. ડીસા, લાખણી, થરાદ, પાટણ સહિતના વિસ્તારમાં ફરી ગૌશાળા સંચાલકોનું ઉગ્ર આંદોલન (protest) જોવા મળે તેવી શક્યતા છે.આ પહેલા ગૌપાલકોએ રસ્તા પર પશુઓને છોડી વિરોધ નોંધાવ્યો હતો.

આજે ગૌશાળા સંચાલકો ડીસામાં (Deesa) મામલતદાર કચેરીએ ઘરણા કરશે, આ સાથે ગૌશાળા સંચાલકોની આજે બેઠક મળવાની છે.તો જ્યાં સુધી સહાય નહીં ચૂકવવામાં આવે ત્યાં સુધી સંચાલકોએ વિરોધની ચીમકી ઉચ્ચારી છે.

ઉગ્ર આંદોલનની ચીમકીને પગલે જિલ્લા પોલીસ એલર્ટ

તો બીજી તરફ ગૌશાળા સંચાલકોની ચીમકીને પગલે જિલ્લા પોલીસ (Banaskantha police) એલર્ટ બની છે અને ડીસા સહિત અનેક ગૌશાળા-પાંજરાપોળ બહાર પોલીસે બેરીકેટ ગોઠવી દીધા છે. સંચાલકો પશુઓ સાથે સરકારી કચેરી સુધી ન પહોંચે તે માટે પોલીસે તૈયારી કરી લીધી છે અને સંચાલકોને સરકારી કચેરી સુધી પશુ લઇને જતા અટકાવશે.

Published On - 9:59 am, Sat, 24 September 22

Next Video