વેક્સિન માટે લોકોને ધરમના ધક્કા, દાહોદ જિલ્લામાં વેક્સિનનો પૂરતો જથ્થો ન હોવાથી લોકોને હાલાકી

વેક્સિન માટે લોકોને ધરમના ધક્કા, દાહોદ જિલ્લામાં વેક્સિનનો પૂરતો જથ્થો ન હોવાથી લોકોને હાલાકી

| Edited By: | Updated on: Jan 03, 2023 | 9:56 AM

લીમડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દરરોજ લોકો વેક્સિન લેવા માટે આવે તો છે, પરંતુ વેક્સિન ન હોવાના પગલે લોકોને ધક્કા ખાવા પડી રહયા છે.

વિશ્વમાં વકરી રહેલા કોરોનાના નવા વેરિઅન્ટને લઈ રાજ્યમાં ચિંતા વ્યાપેલી છે. તો બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર સબ સલામત હોવાના દાવા કરી રહી છે. આ વચ્ચે દાહોદ જિલ્લામા કોરોના વેક્સિનની અછત સર્જાઈ છે. લીમડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દરરોજ લોકો વેક્સિન લેવા માટે આવે તો છે, પરંતુ વેક્સિન ન હોવાના પગલે લોકોને ધક્કા ખાવા પડી રહયા છે. આ માત્ર એક સામુહિક આરોગ્ય કેન્દ્રની વાત નથી પરંતુ સંપૂર્ણ દાહોદ જિલ્લામાં આવી સ્થિતિ સર્જાઈ છે,  ત્યારે સમયસર વેક્સિનેશનનો જથ્થો દાહોદ જિલ્લાને મળે તે માટે સ્થાનિકો સહિત આરોગ્ય અધિકારીઓએ સરકાર પાસે માગ કરી છે.

કોરોનાના જોખમને પગલે લોકો જાગૃત થયા

વિદેશમાં કોરોનાની નવી લહેર આવતા જ સરકાર સતર્ક બનીને લોકોને બુસ્ટર ડોઝ લેવા અપીલ કરી રહી છે. ભારતમાં મોટાભાગના લોકોએ કોવિશિલ્ડ રસી લગાવી છે, ત્યારે રસીના અભાવે લોકો સાવચેતીનો બુસ્ટર ડોઝ લગાવી શકતા નથી. તો બીજી તરફ રાજકોટના આરોગ્ય કેન્દ્રોમાં કોવિશિલ્ડ રસી પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી. તો બીજી તરફ મેડિકલ ઓફિસરો કોવેક્સીન રસી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને આરોગ્ય તંત્ર દ્વારા તમામ તૈયારીઓ યોગ્ય કરી હોવાનો રાગ આલાપી રહ્યા છે.

Published on: Jan 03, 2023 09:43 AM