અસિત વોરાએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકને શુભેચ્છા મુલાકાત ગણાવી

|

Dec 22, 2021 | 7:44 PM

અસિત વોરાના રાજીનામાની અટકળો તેજ થઈ ગઈ હતી.જો જોકે સ્વર્ણિમ સંકુલમાંથી બહાર નીકળેલા અસિત વોરાએ કહ્યું-'CM સાથે મારી શુભેચ્છા મુલાકાત હતી, પેપર લીક બાબતે કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી.

ગુજરાતમાં (Gujarat) હેડ ક્લાર્ક પેપર કાંડ (Paper Leak) બાદ આખરે અસિત વોરાએ(Asit Vora)મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સાથે મુલાકાત કરી હતી.મુખ્યપ્રધાન સાથેની આ મુલાકાતને લઈ અસિત વોરાના રાજીનામાની અટકળો તેજ થઈ ગઈ હતી.જો જોકે સ્વર્ણિમ સંકુલમાંથી બહાર નીકળેલા અસિત વોરાએ કહ્યું-‘CM સાથે મારી શુભેચ્છા મુલાકાત હતી, પેપર લીક બાબતે કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી.

મહત્વનું છે કે પેપર લીકના કારણે અસિત વોરાની મુશ્કેલીઓ સતત વધી રહી છે.વિપક્ષી નેતાઓ સતત અસિત વોરાના રાજીનામાની માગણી કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હેડ ક્લાર્કની(Head Clerk) ભરતી(Recruitment) માટેનું પેપર લીક(Paper leak) થવાના કારણે 88 હજાર ઉમેદવારો(Candidates)ના સ્વપ્ન પર પાણી ફરી વળ્યું છે. જેને લઇને ઠેર ઠેર વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. આ વિરોધમાં હવે આમ આદમી પાર્ટી(Aam Aadmi Party)ના સભ્યો પણ જોડાયા છે. યુવાનોને ન્યાય અપાવવાની હુંકાર સાથે આમ આદમી પાર્ટીના પ્રભારી ગુલાબસિંગ યાદવ તથા મહેશ સવાણી આમરણાંત ઉપવાસ પર ઊતર્યા છે.

આમ આદમી પાર્ટીએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સમક્ષ ગુજરાતના યુવાધનને ન્યાય મળે તે માટે માગ કરી છે. આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે કર્યો છે કે હેડ ક્લાર્કની પરીક્ષામાં થયેલા પેપર-લિક કૌભાંડના પકડાયેલા આરોપીઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને અગાઉ થયેલા કૌભાંડો પણ ભાજપના મળતીયાઓ દ્વારા જ કરવામાં આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાઓમાં પેપર ફૂટવાની આ લગભગ નવમી ઘટના છે.

આ પણ વાંચો : JUNAGADH : ધરમપુર ગ્રામ પંચાયતમાં 21 વર્ષની યુવતી બની સરપંચ, કોંગ્રેસ પ્રમુખના પત્નીને હરાવ્યા

આ પણ વાંચો :  Gandhinagar: કેબિનેટમાં લેવાયા મહત્વના નિર્ણયો, રાજ્યમાં આગામી 26 થી 31 ડિસેમ્બર સુધી “સુશાસન સપ્તાહ”ની ઉજવણી કરાશે

Published On - 7:37 pm, Wed, 22 December 21

Next Video