વડોદરા : હરણી લેક દુર્ઘટનામાં કાર્યવાહી તેજ, આરોપીઓના ફરી 31 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર
પોલીસે અગાઉ ઝડપેલા 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 31 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ આરોપીઓના 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયા હતા. તો, આ સાથે આરોપી બિનિત કોટિયા પર સાહી ફેંકનાર યુથ કોંગ્રેસના પ્રમુખ કુલદીપસિંહ સામે પણ ગુનો નોંધાયો છે.
વડોદરાની હરણી લેક દુર્ઘટનામાં પોલીસે કાર્યવાહી તેજ કરી છે. પોલીસે અગાઉ ઝડપેલા 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 31 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ આરોપીઓના 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયા હતા. તો, આ સાથે આરોપી બિનિત કોટિયા પર સાહી ફેંકનાર યુથ કોંગ્રેસના પ્રમુખ કુલદીપસિંહ સામે પણ ગુનો નોંધાયો છે અને ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.
આ ઉપરાંત, પોલીસે ઘટનાના વધુ બે આરોપીઓની પણ ધરપકડ કરી છે. પોલીસે હાલોલથી પરેશ શાહ અને છત્તીસગઢથી ગોપાલ શાહની ધરપકડ કરી લીધી છે. બંને આરોપી બનાવના દિવસેથી જ ફરાર થઇ ગયા હતા. તો, હવે તમામ આરોપીના બેંક ખાતા સહિતના દસ્તાવેજની તપાસ કરાશે. તો ઓપરેટિંગ સિસ્ટમમાં પરેશ શાહની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો વડોદરા: સાધલી ગામે રામ મંદિરને લઈને વિવાદિત પોસ્ટ મુકવા બાબતે 6 લોકોની ધરપકડ, જુઓ વીડિયો