Panchmahal Video : ગોપીપુરા ગામમાં સંરક્ષણ દીવાલ બનાવવામાં ભ્રષ્ટાચાર, પૂર્વ સરપંચ સામે નોંધાઈ ફરિયાદ
ગોપીપુરા ગામના પૂર્વ સરપંચે સંરક્ષણ દીવાલ બનાવવામાં 4 લાખની ઉચાપત કરતા TDOએ કાર્યવાહી કરી છે. વર્ષ 2018-19માં નાણાકીય વર્ષ દરમિયાન સરપંચે સંરક્ષણ દીવાલ બનાવી હતી. જેમાં ખોટા વાઉચર અને દસ્તાવેજ બનાવી ગેરરીતિ આચરી ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ છે, આ ઉપરાંત સરકારને આર્થિક નુકસાન કરવા મુદ્દે પૂર્વ સરપંચ સામે કાર્યવાહી કરવામાં આવશે.
Panchmahal : પંચમહાલના હાલોલના ગોપીપુરા ગામના તત્કાલીન સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. હાલોલના TDOએ પૂર્વ સરપંચ રામચંદ્ર બારીયા વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવી છે. પૂર્વ સરપંચે સંરક્ષણ દીવાલ બનાવવામાં 4 લાખની ઉચાપત કરતા TDOએ કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો Panchmahal : કાલોલ પાસેથી કારમાં લઈ જવાતો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો, જુઓ Video
વર્ષ 2018-19માં નાણાકીય વર્ષ દરમિયાન સરપંચે સંરક્ષણ દીવાલ બનાવી હતી. જેમાં ખોટા વાઉચર અને દસ્તાવેજ બનાવી ગેરરીતિ આચરી ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ છે, આ ઉપરાંત સરકારને આર્થિક નુકસાન કરવા મુદ્દે પૂર્વ સરપંચ સામે કાર્યવાહી કરવામાં આવશે.