Gujarati Video : સુરતમાં કોર્પોરેટરના કારસ્તાનનો ભાંડો ફૂટ્યો, સરકારી બાકડા ઘરની છત પર મુક્યાનો Video થયો વાયરલ

|

Jun 09, 2023 | 8:12 AM

સુરત ભાજપના કોર્પોરેટરની tv9ના અહેવાલ બાદ સાન ઠેકાણે આવી છે. અને પોતાના ઘરની છત પર મુકેલા સરકારી બાકડા ઉઠાવી લીધા છે. વાયરલ વીડિયો અને Tv9ના અહેવાલ બાદ કોર્પોરેટરના કારસ્તાનનો ભાંડો ફૂટતા છે.

Surat : સત્તાના નશામાં ચુર બનેલા સુરત ભાજપના કોર્પોરેટરની tv9ના અહેવાલ બાદ સાન ઠેકાણે આવી છે. અને પોતાના ઘરની છત પર મુકેલા સરકારી બાકડા ઉઠાવી લીધા છે. વાયરલ વીડિયો અને Tv9ના અહેવાલ બાદ કોર્પોરેટરના કારસ્તાનનો ભાંડો ફૂટતા છે. Tv9ની ટીમ જ્યારે કોર્પોરેટરના નિવાસસ્થાને પહોંચી ત્યારે છત પર ગોઠવેલા ત્રણેય બાકડા ગાયબ હતા.

આ પણ વાંચો : Surat: ઉન વિસ્તારમાં 8 દિવસથી પિવાના પાણીની સમસ્યા, મહિલાઓએ માટલા ફોડી નેતાઓનો વિરોધ કર્યો

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પહેલા કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને સરકારી ગ્રાંટમાંથી મળેલા બાકડાનો પોતાના માટે અંગત ઉપયોગ કર્યો હતો. જોકે પોતાની કરતૂતનો ભાંડો ફૂટી જતા કોર્પોરેટર એક્શનમાં આવ્યા છે. અને પોતાનું પાપ છૂપાવવાનો પ્રયાસ કર્યો છે.

હાલ કોર્પોરેટરના ઘરના ધાબા પરથી ત્રણેય બાકડા ગાયબ છે. આ મામલે જ્યારે Tv9ની ટીમે બાકડા વિશે પૂછતા કોર્પોરેટરના પિતાએ ઘટનાથી અજાણ હોવાની વાત કરીને જવાબ આપવાનું ટાળ્યું હતું. જોકે તેઓએ કબૂલાત કરી હતી કે થોડા દિવસ પહેલા બાકડા સોસાયટીમાં પડ્યા હતા.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:22 pm, Thu, 8 June 23

Next Video