Surat: કોરોના કેસના આ આંકડા જોઈને સુરતવાસીઓ ચેતી જજો, 4 દિવસમાં કોરોના 4 ગણો વધ્યો
કોરોનાનો કહેર રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે. આ વચ્ચે 4 દિવસમાં 4 ગણા કેસ વધ્યા છે ત્યારે હવે સાવધાન રહેવાની જરૂર છે. તો સુરતમાં કોરોના વિસ્ફોટ હજુ વધે તેવી શક્યતા છે.
Corona in Surat: અમદાવાદ બાદ સુરત પણ કોરોનાનું હબ (Corona Hub) બની રહ્યું છે. 31 ડિસેમ્બરે સુરતમાં માત્ર 97 કેસ નોંધાયા હતા. ચાર દિવસમાં આ આંકડો પણ ચાર ગણા કરતા પણ વધી ગયો છે. 4 જાન્યુઆરીએ એક દિવસમાં સુરતમાં કરોનાના કેસનો આંકડો 424 પર પહોંચી ગયો છે.
છેલ્લા 5 દિવસના કોરોનાના કેસના આંકડાની વાત કરીએ તો. 31 ડિસેમ્બરે સુરતમાં કુલ 97 કેસ નોંધાયા હતા. 1 જાન્યુઆરીએ 156 કેસ નોંધાયા. ત્યારબાદ 2 જાન્યુઆરીએ 209, 3 જાન્યુઆરીએ 225 કેસ નોંધાયા. 4 જાન્યુઆરીએ સુરતમાં કોરોના વિસ્ફોટ થયો અને એક દિવસમાં નોંધાતા કેસનો આંકડો વધીને 424 પર પહોંચી ગયો.
સુરતવાસીઓએ આ આંકડાને જોઈને ડરવું જોઈએ અને સંક્રમણ રોકવા માટે ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ. જો હજુ સાવચેતી નહીં રાખીએ તો પાટા પર ચઢેલું અર્થતંત્ર ફરી ખોરવાઈ જશે. ધંધા રોજગાર ફરીથી ઠપ થઈ જશે.
આ પણ વાંચો: ગુજરાતમાં આજથી 5 દિવસ સુધી માવઠાની આગાહી, જાણો કયા વિસ્તારમાં રહેશે કેવું વાતાવરણ