Dakor: ડાકોર મંદિરમાં VIP દર્શનનો વિવાદ વધુ વકર્યો, ડાકોર અને ગ્રામ્ય વિસ્તારોમાં લાગ્યા બેનર, જુઓ Video
ગ્રામ્ય વિસ્તારોમાં લાગ્યા બેનર

Dakor: ડાકોર મંદિરમાં VIP દર્શનનો વિવાદ વધુ વકર્યો, ડાકોર અને ગ્રામ્ય વિસ્તારોમાં લાગ્યા બેનર, જુઓ Video

| Edited By: | Updated on: Sep 03, 2023 | 10:05 PM

ડાકોર મંદિરમાં વીઆઈપી દર્શન માટેના પૈસા લેવામાં આવતા હોવાને લઈ વિવાદ છેલ્લા કેટલાક દિવસોથી વકર્યો છે. જે દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. આ દરમિયાન હવે પોસ્ટરો ગ્રામ્ય વિસ્તારમાં લાગવાના શરુ થતા વિવાદ હવે વધુ વકરવા લાગ્યો છે. ડાકોર અને ઠાસરા વિસ્તારના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વીઆઈપી દર્શનના 500 અને 250 રુપિયા લેવાના મુદ્દે પોસ્ટર-બેનર લાગ્યા છે.

ડાકોર અને ઠાસરા વિસ્તારના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વીઆઈપી દર્શનના 500 અને 250 રુપિયા લેવાના મુદ્દે પોસ્ટર-બેનર લાગ્યા છે. ડાકોર મંદિરમાં વીઆઈપી દર્શન માટેના પૈસા લેવામાં આવતા હોવાને લઈ વિવાદ છેલ્લા કેટલાક દિવસોથી વકર્યો છે. જે દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. આ દરમિયાન હવે પોસ્ટરો ગ્રામ્ય વિસ્તારમાં લાગવાના શરુ થતા વિવાદ હવે વધુ વકરવા લાગ્યો છે.

પોસ્ટરો અને બેનર લાગ્યા છે. જેમાં લખાણ લખવામાં આવ્યુ છે કે, ભગવાન તો પ્રેમના ભુખ્યા છે તમે તો! રુપિયા 500 અને 250 ના ભુખ્યા. ગુજરાત સહિત વિશ્વમાં વસતા દરેક ભાવી ભક્તોની એક જ માંગણી છે કે, રુપિયા અઢીસો અને પાંચસો બંધ કરવામાં આવે. આમ પોસ્ટર દ્વારા દર્શન માટેના પૈસાને બંધ કરવાની માંગણી કરવામાં આવી છે. કેટલાક ગામડાઓમાં લાગેલા પોસ્ટરો બાદ હવે વીઆઈપી દર્શનનૈ પૈસા લેવાનો મામલો વધારે વિવાદે ચઢે એવા સંકેત તરીકે જોવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ  Sabarkantha: હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકીના ઢગ, સ્થાનિક યુવાનોએ શરુ કર્યુ અભિયાન, જુઓ Video

 ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 03, 2023 10:04 PM