પાટીલમય કુલપતિ! જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિએ પહેર્યો CR પાટીલના ફોટાવાળો ખેસ, કોગ્રેસે કર્યો આ કટાક્ષ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિને લઈને એક વિવાદ જન્મ્યો છે. કુલપતિએ પહેર્યો CR પાટીલના ફોટાવાળો ખેસ પહેરતા કોગ્રેસે કટાક્ષ પણ કર્યો છે.
Junagadh: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના () કુલપતિ નરેન્દ્ર ગોટીયા ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની (CR Paatil) તસવીરવાળો ખેસ પહેરીને ચર્ચામાં આવ્યા છે. કુલપતિ એક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખની તસવીરવાળો ખેસ પહેરીને આવેલા જોવા મળ્યા. એટલું જ નહીં સી આર પાટીલના ફોટાવાળો આ ખાસ ખેસ પહેરીને કુલપતિ બે કલાક મંચ પર બેઠેલા જોવા મળ્યાં. કુલપતિ અન્ય આમંત્રિતોની સાથે જ મંચ બેસ્યા હતા. ત્યારે પણ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની તસવીરવાળો ખેસ પહેરીને બેસતા ઉપસ્થિત સૌમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા.
તો આ બાબતને લઈને રાજકારણ પણ ગરમાયું છે. એક યુનિવર્સિટીના કુલપતિના આ વર્તન પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિએ પહેરેલા ખેસની આકરી ટીકા કરી છે. કોંગ્રેસ માગ કરી કે કુલપતિએ રાજીનામુ આપી સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ જવું જોઈએ.
જણાવી દઈએ એક યાર્ડના ભૂમિ પૂજન અને ખેડૂતના કાર્યક્રમમાં આ ઘટના ઘટી હતી. તો કૃષિ યુનિ.ના કુલપતિએ આ બાદ વિવાદનો મધપુડો છેડી દીધો છે. સતત બે કલાક સુધી કુલપતિ નરેન્દ્ર ગોટિયા સીઆર પાટીલની તસવીર વાળો ખેસ પહેરી મંચ ઉપર બેસી રહ્યા, જેને લઈને કોંગ્રેસનો આરોપ છે કે કુલપતિ નરેન્દ્ર ગોટિયા ભાજપમય બન્યા છે. માત્ર કુલપતિ જ નહીં પરંતુ યુનિવર્સિટીના પદાધિકારીઓએ પણ ભાજપનો ખેસ પહેરતા વિવાદ જન્મ્યો છે.
આ પણ વાંચો: આજે CM ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે: શહેર અને જિલ્લામાં 217.25 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
ગુજરાત IPS એસોસિએશને ગોપાલ ઇટાલિયા પર કડક પગલાં ભરવાની કરી માગ
Breaking News: સુરતમાં ધોળા દિવસે ગન પોઈન્ટ પર બેંકમાં લૂંટ
જામનગરમાં અપહરણ કરી યુવકને ટોર્ચર કરનારા '5 આરોપી' પોલીસના સકંજામાં
સુરતથી બંગાળ: પરિવર્તનની આશા સાથે હજારો મતદારો વતન રવાના
