Dahod: લીમડી-વરોડ ટોલબુથ ફરી વિવાદમાં, બુથ કર્મચારીએ નાગરિક સાથે કર્યું ઉદ્ધત વર્તન, જુઓ Video

|

Mar 09, 2024 | 12:05 PM

દાહોદ જિલ્લામાં લીમડી-વરોડ ટોલબુથ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. ટોલ બુથના એક કર્મચારી દ્વારા એક નાગરિક સાથે ઉદ્ધતાઈ પૂર્વકનું વર્તન કરવામાં આવ્યુ હોવાનું સામે આવ્યુ છે. કર્મચારીના આવા વર્તનના પગલે વાહનચાલકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

આ પણ વાંચો-રાહુલ ગાંધીની ન્યાય યાત્રા આજે બોડેલીથી નસવાડી અને કેવડીયા જશે,નેત્રંગમાં AAP-કોંગ્રેસની સંયુક્ત સભા થશે, જુઓ Video

બુથ કર્મચારીએ નાગરિક સાથે કર્યું ઉદ્ધત વર્તન!

દાહોદ જિલ્લાનુ લીમડી-વરોડ ટોલબુથ ફરી વિવાદમાં સપડાયુ છે. ટોલ બુથ પર એક નાગરિકે ખરાબ રસ્તા મુદ્દે કર્મચારીને રજૂઆત કરી હતી. જે પછી બુથ કર્મચારીએ નાગરિક સાથે ઉદ્ધત વર્તન કર્યુ હતુ. જે પછી વાતાવરણ ગરમાયુ હતુ. કર્મચારીએ અપશબ્દો કહેતા અન્ય વાહન ચાલકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ સાથે જ નાગરિકે સાંસદ જશવંતસિંહ ભાભોર સામે આક્ષેપ લગાવ્યા હતા કે રજૂઆત બાદ પણ તેમણે ગાડી ન રોકી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video