પોરબંદરમાં લોકમેળો પ્રારંભ થાય તે પહેલા જ વિવાદ, મેળામાં નાના ધંધાર્થીઓને જગ્યા ન ફાળવતા રોષ, જુઓ Video

| Edited By: | Updated on: Sep 06, 2023 | 7:26 PM

નાના ધંધાર્થીઓએ પોરબંદર છાયા નગરપાલિકામાં રજૂઆત કરી છે. તેઓની માગ છે, કે જ્યાં લોકમેળો આયોજિત કરાયો છે, ત્યાં નાના ધંધાર્થીઓ માટે પણ જગ્યા ફાળવવામાં આવે. જો જગ્યા નહીં ફાળવાય તો ભૂખ હડતાળ કરવાની પણ ચીમકી આપી છે. આજે શીતળા સાતમથી શરૂ થનાર લોકમેળામાં નાના ધંધાર્થીઓને જગ્યા નથી આપવામાં આવી. તેથી નારાજગીનો માહોલ જોવા મળ્યો છે.

Porbandar : પોરબંદરમાં આજથી 5 દિવસ સુધી લોકમેળો યોજાવાનો છે તો મેળો પ્રારંભ થાય તે પહેલા જ વિવાદ (Controversy) સર્જાયો છે. લોકમેળામાં નાના ધંધાર્થીઓને પ્રવેશ ન આપતા તેઓએ પાલિકા કચેરી ખાતે વિરોધ કર્યો છે. કોંગ્રેસ આગેવાનોને સાથે ધંધાર્થીઓએ પોરબંદર છાયા નગરપાલિકામાં રજૂઆત કરી છે.

આ પણ વાંચો Porbandar: રાણાકંડોરણા ગામમાં માતા અને પુત્રનું તળાવમાં ડૂબતા મોત, જુઓ Video

તેઓની માગ છે કે જ્યાં લોકમેળો આયોજિત કરાયો છે, ત્યાં નાના ધંધાર્થીઓ માટે પણ જગ્યા ફાળવવામાં આવે. જો જગ્યા નહીં ફાળવાય તો ભૂખ હડતાળ કરવાની પણ ચીમકી આપી છે. આજે શીતળા સાતમથી શરૂ થનાર લોકમેળામાં નાના ધંધાર્થીઓને જગ્યા નથી આપવામાં આવી. તેથી નારાજગીનો માહોલ જોવા મળ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો