ગાંધીજીના ત્રણ વાનરમાં અમદાવાદ મનપાએ મોબાઈલ પકડેલો ચોથો વાનર ઉમેરી દેતા થયો વિવાદ- જુઓ Video

ગાંધીજીના ત્રણ વાનરમાં અમદાવાદ મનપાએ મોબાઈલ પકડેલો ચોથો વાનર ઉમેરી દેતા થયો વિવાદ- જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2023 | 11:34 PM

Ahmedabad: સત્ય બોલવાના આગ્રહી અને અહિસાના પૂજારી મહાત્મા ગાંધીએ ત્રણ વાનરોની વાર્તા દ્વારા ખોટુ બોલવુ નહીં, બુરુ જોવુ નહીં અને ખોટુ સાંભળવું નહીં તેવો સંદેશ આપ્યો છે. આ ત્રણ વાનરોમાં અમદાવાદ મહાનગરપાલિકાએ ચોથો વાનરની પેઈન્ટીંગ ઉમેરી દેતા વિવાદ થયો છે.

ગાંધીજીના ત્રણ વાનરની પ્રેરક કથા ખૂબ જાણીતી છે. ખોટું બોલવું નહીં, ખરાબ જોવું નહીં અને ખરાબ સાંભળવું નહીં આ એ ત્રણ વાનરની કથાનો સંદેશ હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ કથામાં ચોથો વાનર ઉમેરી દેતા વિવાદ સર્જાયો છે. અમદાવાદ મનપા દ્વારા શહેરના બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરાઇ છે. વિવિધ બ્રિજ પર પેઇન્ટિંગ દોરવામાં આવી રહ્યું છે. ત્યારે મકરબા અંડરપાસ પર બનાવેલી 4 વાનરની પેઇન્ટિંગને લઇ વિવાદ જેવી સ્થિતિ સર્જાઇ છે.

મકરબા અંડરપાસ પર ગાંધીજીના 3 વાનર સાથે મનપાએ ચોથો વાનર ઉમેરી દીધો છે. જેમાં તે મોબાઇલ હાથમાં લઇને બેઠો નજરે પડે છે. હવે અસમંજસની વાત એ છે કે આ વાનર શું સંદેશ આપી રહ્યો છે. મોબાઇલ લેવો જોઇએ કે ન લેવો જોઇએ ? અન્ય 3 વાનરની વાર્તા પ્રમાણે તેનો સંદેશો સ્પષ્ટ છે. પરંતુ આ નવા ચોથા વાનરની પેઇન્ટિંગ મારફતે શું કહેવા માગે છે, તે સ્પષ્ટ નથી થતું. મનપાએ શું સંદેશો આપવા માટે આ પેઇન્ટિંગ બનાવી છે. જેને લઇ લોકોમાં અસમંજસ ઉભો થયો છે.

આ પણ વાંચો : Ahmedabad : રથયાત્રામાં ગુમ 72 દર્શનાર્થીઓનું CID ક્રાઇમની ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

ચોથા વાનરને લઈને સોશિયલ મીડિયામાં ફરતી થઈ રિલ્સ

જો કે સોશિયલ મીડિયા પર આ ચોથા વાનરને લઈને લોકો સંદેશ આપતા પણ જોવા મળે છે. જેમા એક વ્યક્તિ સંદેશ આપી રહ્યા છે કે આ ચોથો વાનર છે એ આપણે સહુ છીએ. જે પોતાનો મોટાભાગનો કિમતી સમય ઈન્સ્ટાગ્રામ અને એફબીની રિલ્સ જોવામાં વેડફી રહ્યા છે. જો કે લોકો તો પોતોપાતની રીતે અર્થઘટન કરી રહ્યા છે પરંતુ મનપા શું સંદેશ આપવા માગે છે તે સ્પષ્ટ થતુ નથી.

Input Credit- Narendra Rathod- Ahmedabad

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">