Vadodara : ફરી શાંતિ ડહોળવાનો પ્રયાસ ! કચરાના ઢગલામાંથી ભગવાનની મૂર્તિઓ મળી આવતા વિવાદ

|

May 22, 2022 | 9:23 AM

મ્યુનિસિપલ કોર્પોરેશન (Vadodara Municipal Corporation) સંચાલિત કૃત્રિમ તળાવની બહાર કચરાના ઢગમાં વિવિધ મૂર્તિઓ મળી આવતા સામાજિક સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો હતો.

વડોદરાના (Vadodara) અકોટા દાંડિયા બ્રિજ નજીક આવેલા સોલાર બ્રિજ (Solar Bridge) પાસેથી કચરાના ઢગલામાંથી ભગવાનની મૂર્તિઓ (GOD Idols) મળી આવતા વિવાદ થયો છે. અકોટા દાંડિયા બ્રિજ પાસેથી કોર્પોરેશન દ્વારા ડિમોલેશન કરાયેલા મંદિરની મૂર્તિ હોવાનો આરોપ લાગ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન (Vadodara Municipal Corporation) સંચાલિત કૃત્રિમ તળાવની બહાર કચરાના ઢગમાં વિવિધ મૂર્તિઓ મળી આવતા સામાજિક સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે કોર્પોરેશન દ્વારા ડિમોલેશન કરાયેલા મંદિરની આ મૂર્તિઓ છે.

 હિન્દુ સંગઠનોની લાગણી દુભાઇ

આવી સ્થિતિમાં ભગવાનની મૂર્તિ મળતા હિન્દુ સંગઠનોની લાગણી દુભાઇ છે. હાલ સામાજિક કાર્યકર નિરજ જૈને ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી આ કૃત્ય કોને કર્યું તેની હકીકત સામે નહીં આવે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે.

તો બીજી તરફ મ્યુનિસિપલ કમિશનરે (Municipal Corporation) કહ્યું કે આ અંગે તપાસ કરવામાં આવશે. જ્યારે મેયર કેયુર રોકડિયાએ તમામ આક્ષેપને ફગાવ્યાં અને કહ્યું કે તમામ મૂર્તિઓને કોર્પોરેશન દ્વારા સન્માનજનક રીતે મુકવામાં આવી છે. વિધર્મી માણસે મુદ્દો બનાવવા માટે કચરાના ઢગલામાં મૂર્તિ ફેંકી હોવાનું મેયર જણાવી રહ્યા છે.એક તરફ વડોદરાના મેયર કોર્પોરેશન દ્વારા દૂર કરાયેલી મૂર્તિ ન હોવાનો દાવો કરી રહ્યાં છે, ત્યારે મંદિરના પૂજારીએ કોર્પોરેશન દ્વારા તોડવામાં આવેલા મંદિરની (Temple) મૂર્તિ હોવાનો દાવો કરી રહ્યાં છે, ત્યારે ફરી એક વાર લોકોની ધાર્મિક લાગણી દુભાતા વિવાદ વણસ્યો છે.

Next Video