કોંગ્રેસના ચંદનજી ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદન, આ દેશને માત્ર મુસ્લિમ સમાજ જ બચાવી શકે, મુખ્યમંત્રીએ તુષ્ટિકરણનો લગાવ્યો આરોપ

|

Nov 20, 2022 | 10:46 PM

Gujarat Election 2022: પાટણના સિદ્ધપુરથી કોંગ્રેસના ધારાસભ્યએ પ્રચાર દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ. કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે કહ્યુ હતુ કે આ દેશને જો કોઈ બચાવી શકે તો તે મુસ્લિમ સમાજ જ બચાવી શકે. ચંદનજીના આ નિવેદનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વખોડ્યુ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે અને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહી છે. જેમા પાટણના સિદ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યુ છે. ચંદનજી ઠાકોરે લઘુમતી સમાજને ખુશ કરવા વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. ચંદનજી ઠાકોરે જણાવ્યુ કે આ દેશને માત્રને માત્ર જો કોઈ બચાવી શકે તો મુસ્લિમ સમાજ બચાવી શકે. આટલેથી ન અટક્તા તેમણે કહ્યુ અને કોંગ્રેસ પાર્ટીને જો કોઈ પાર્ટી બચાવી શકે તો તે મુસ્લિમ પાર્ટી બચાવી શકે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કોંગ્રેસ જ મુસ્લિમ સમાજની તરફદાર- ચંદનજી ઠાકોર

ચંદનજી ઠાકોરે મુસ્લિમોને ખુશ કરવાના જણાવ્યુ કે કોંગ્રેસ જ મુસ્લિમ સમાજની રખેવાળી અને તરફદારી કરે છે. તેમણે જણાવ્યુ કે ચેતી જજો ફરીથી દબંગગીરી ન કરી જાય. તેમણે ત્રિપલ તલાક અને અને NRC મુદ્દે પણ ભાજપ પર પ્રહાર કર્યા અને જણાવ્યુ કે NRC મુદ્દે રાહુલ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી રસ્તા પર ઉતર્યા.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો પલટવાર

ચંદનજી ઠાકોરના આ નિવેદનને વખોડતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પલટવાર કર્યો છે. સીએમએ કોંગ્રેસ નેતા ચંદનજી ઠાકોરના વાયરલ વીડિયો મુદ્દે નિશાન સાધતા નિવેદનને અતિ શરમજનક ગણાવ્યુ છે. સીએમએ પ્રહાર કર્યો કે હાર ભાળી ગયેલી કોંગ્રેસ ફરી લઘુમતી તુષ્ટિકરણ તરફ વળી છે. સીએમએ જણાવ્યુ કે કોંગ્રેસને ખબર હોવી જોઈએ કે તેને હારથી કોઈ બચાવી નહીં શકે.

ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો હોય અને હિંદુ મુસ્લિમની રાજનીતિ ન હોય એવુ ભાગ્યે જ બને. આખરે કોંગ્રેસે તેના પ્રચાર દ્વારા તેનુ લઘુમતી કાર્ડ રમી જ લીધુ અને મુસ્લિમોના મત અંકે કરવાનો પ્રયાસ કર્યો.

Published On - 11:40 pm, Sat, 19 November 22

Next Video