સાબરકાંઠામાં મર્યાદીત ઉંચાઇએ વિમાનની ઉડાઉડ થી ખેડૂતોમાં આશ્ચર્ય, સામે આવ્યુ કારણ

|

Feb 24, 2024 | 3:08 PM

સાબરકાંઠા જિલ્લાના ઇડર વડાલી વિસ્તારમાં એક પ્લેન સતત આકાશમાં મર્યાદીત ઉંચાઇએ ઉડવાને લઇ લોકોમાં આશ્ચર્ય સર્જાયુ હતુ. લોકોએ આખરે આ મામલે પોલીસને જાણ કરી હતી. જોકે બાદમાં મામલો સામે આવ્યો હતો કે, આકાશમાં કોનું પ્લેન અને કેમ આટલી નીચી ઉંચાઈએ ઉડાન ભરી રહ્યુ છે. જેને લઈ રાહત સર્જાઈ હતી.

ઇડર અને વડાલી વિસ્તારના આકાશમાં શુક્રવારે સતત મર્યાદીત ઉંચાઇએ એક જ ગતિએ ચાર્ટર પ્લેન ઉડી રહ્યુ હતુ. વિમાન કડિયાદરા, ચોટાસણ અને ચોરીવાડ સહિતના વિસ્તારોમાં બપોર દરમિયાન સતત ઉડી રહ્યુ હતુ. સતત વિમાનની ગરગરાટીને લઈ સ્થાનિક લોકોમાં પણ આશ્ચર્ય સર્જાયુ હતુ. જેને લઈ આ મામલે સ્થાનિક ખેડૂતોએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસની ટીમ પણ વિસ્તારમાં દોડી આવી હતી. ત્યાર બાદ આ વિમાન અંગેની વિગતો મેળવવા માટે પ્રયાસ શરુ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: તોફાનો-હિંસા રોકવા ‘સ્પેશિયલ એક્શન ફોર્સ’ રચાશે, તમામ પોલીસ મથક PI કક્ષામાં અપગ્રેડ કરાશે

જે અંગેની વિગતો સામે આવતા રાહત સર્જાઇ હતી કે, કેમ આ ચાર્ટર પ્લેન સાબરકાંઠાના આકાશમાં સતત ઉડાઉડ કરી રહ્યુ છે. જિલ્લા તંત્ર દ્વારા વિગતો સામે આવી હતી કે, ચાર્ટર પ્લેન દ્વારા જીઓલોજીકલ સર્વે હાથ ધરાયો છે. જે માટે મહેસાણા અને માંડવીથી ચાર્ટર પ્લેન સર્વે કરવા માટે ટેક ઓફ અને લેન્ડીંગ કરે છે. જે ગત 7 ફેબ્રુઆરીથી આ પ્રકારનુ સર્વે ચાર્ટર પ્લેન મારફતે કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યુ છે. જે સર્વે 30 મે સુધી ચાલનાર છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:21 am, Sat, 24 February 24

Next Video