Gujarat Video : કોંગ્રેસે વિધાનસભામાં નકલી IAS કિરણ પટેલનો મુદ્દો ઉછાળ્યો, પૂછ્યા  વેધક સવાલો

Gujarat Video : કોંગ્રેસે વિધાનસભામાં નકલી IAS કિરણ પટેલનો મુદ્દો ઉછાળ્યો, પૂછ્યા વેધક સવાલો

| Edited By: | Updated on: Mar 21, 2023 | 6:52 PM

ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે નકલી IAS કિરણ પટેલનો મુદ્દો ઉછાળ્યો હતો. તેમણે પ્રશ્નકાળ દરમિયાન વિધાનસભામાં સરકાર સામે કેટલાક વેધક સવાલો પણ કર્યા.શૈલેષ પરમારે સરકારને સવાલ કર્યો કે, G-20 સમિટમાં કિરણ પટેલ કોની મદદથી અધિકારી બનીને આવ્યો અને 100થી વધુ વાર સરકારી પ્લેનનો ઉપયોગ કર્યો, પરમારે સવાલ કર્યો કે કેવી રીતે ઠગબાજ કિરણ કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારો સુધી પહોંચી ગયો.

ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે નકલી IAS કિરણ પટેલનો મુદ્દો ઉછાળ્યો હતો. તેમણે પ્રશ્નકાળ દરમિયાન વિધાનસભામાં સરકાર સામે કેટલાક વેધક સવાલો પણ કર્યા.શૈલેષ પરમારે સરકારને સવાલ કર્યો કે, G-20 સમિટમાં કિરણ પટેલ કોની મદદથી અધિકારી બનીને આવ્યો અને 100થી વધુ વાર સરકારી પ્લેનનો ઉપયોગ કર્યો, પરમારે સવાલ કર્યો કે કેવી રીતે ઠગબાજ કિરણ કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારો સુધી પહોંચી ગયો.કેમ ડબલ એન્જિનની સરકારમાં IB કંઈ નથી કરી શકતી,શું રાજ્યના IAS-IPSની પણ જાસૂસી થાય છે.કોંગ્રેસ કિરણના નામે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.

નકલી IAS અને ઠગબાજ કિરણ પટેલ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. પરંતુ તેની કરતૂતોની ગૂંજ પૂરા દેશમાં સાંભળવા મળી રહી છે.જેમ જેમ તપાસ એજન્સીઓની તપાસ આગળ વધી રહી છે, તેમ તેમ નવા નવા કાંડ સામે આવી રહ્યા છે. સૂત્રોના મતે કિરણ પટેલને ટ્રાન્સફર વોરંટથી અમદાવાદ લાવવામાં આવી શકે છે.પોલીસ વધુ તપાસ માટે કિરણના મોબાઇલ અને વિઝીટીંગ કાર્ડ FSLમાં મોકલશે.પોલીસ હાલ એ તપાસમાં લાગી છે કે કિરણને સરકારી સિરિઝનો મોબાઇલ નંબર કેવી રીતે મળ્યો.તો બીજી તરફ કિરણે નામાંકિત લોકોને ફસાવ્યાનો ખુલાસો થયો છે..એવામાં ગુજરાતથી લઈને દિલ્લી સુધી રાજનીતિ ગરમાઈ છે.

જ્યારે ગઇકાલે કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ રાજ્યસભામાં સવાલ ઉઠાવ્યા સવાલ હતા..અને કિરણ પટેલની ઠગાઇ મુદ્દે ચર્ચાની માગ કરી હતી.

આ પણ વાંચો : Breaking News : ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અચાનક સાબરમતી જેલની મુલાકાતે, જુઓ Video