Loksabha Election : સુરત બેઠક પર કોંગ્રેસે નિલેશ કુંભાણીને આપી ટિકિટ, 22 વર્ષથી કોંગ્રેસમાં છે સક્રિય કાર્યકર

|

Mar 21, 2024 | 3:10 PM

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. વિવિધ પક્ષ એક પછી એક તેમના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે, ત્યારે સુરત બેઠક માટે કોંગ્રેસનાઉમેદવારનું નામ જાહેર થઇ ગયુ છે. કોંગ્રેસે સુરતમાં નિલેશ કુંભાણીને ટિકિટ આપી છે.

નિલેશ કુંભાણીએ કોંગ્રેસ હાઇ કમાન્ડ દ્વારા તેમને ચૂંટણી લડવા માટે કહેવામાં આવ્યુ હોવાનો દાવો કરાયો છે. આ સાથે જ સુરતમાં કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો. કોંગ્રેસ કાર્યકરોએ નિલેશ કુંભાણીને હાર પહેરાવીને તેમને વધાવી લીધા હતા.

આ પણ વાંચો- Surat Video : રાંદેર પોલીસે 90 કિલો નકલી ઘી ઝડપ્યુ, મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ

કોણ છે નિલેશ કુંભાણી ?

નિલેશ કુંભાણી સુરત શહેર કોંગ્રેસનો ખૂબ જ જાણીતો ચહેરો છે. નિલેશ કુંભાણી મૂળ સૌરાષ્ટ્રના રાજુલાના વતની છે. તેઓ 22 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર તરીકે જોડાયેલા છે. તેઓ અગાઉ બે વખત કોર્પોરેશન અને એક વાર વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. હવે સુરત બેઠક પર કોંગ્રેસમાંથી નિલેશ કુંભાણી લોકસભા ચૂંટણી લડવા જઇ રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video