Gandhinagar : અંબાજી મંદિર પ્રસાદ મુદ્દો હવે વિધાનસભામાં પહોંચ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ ચીકીના પ્રસાદ અંગે નારાજગી વ્યક્ત કરી અને વિધાનસભામાં નિયમ 116 હેઠળ ચર્ચા માટે સમય માગ્યો. કાંતિ ખરાડીએ નોટિસ દાખલ કરી. આથી અધ્યક્ષ સંબંધિત મંત્રી સાથે ચર્ચા કરી વિધાનસભામા ચર્ચા માટે નિર્ણય કરશે.
ખરાડીએ જણાવ્યુ હતુ કે,માતાજીના પ્રસાદ તરીકે મોહનથાળ બદલી ચીકી કરાઈ છે. મંદિર પ્રસાશને પ્રસાદ અંગે મનસ્વી નિર્ણય લીધો. એક ધારાસભ્ય તરીકે હું માનું છું કે મોહનથાળ ચાલુ રાખવો જોઈએ. તો વધુમાં કહ્યું કે, મંદિરમાં 21 સભ્યો ની કમિટી હોવી જોઈએ પરંતુ હાલ 7 સરકારી અધિકારીઓ કમિટી માં છે અને મનસ્વી નિર્ણય લે છે. મોહનથાળ માં ક્વોલિટી સુધારી ને ચાલુ રાખવો જોઈએ.
અંબાજીમાં છેલ્લા બે ત્રણ દિવસથી પ્રસાદને લઈને વિવાદ વણસ્યો છે, ત્યારે બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ CM ભૂપેન્દ્ર પટેલને મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવા પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે અંબાજી મંદિરમાં વર્ષોથી ચાલતી પરંપરા ચાલુ રજુઆત કરવામાં આવી છે.
Published On - 1:44 pm, Mon, 6 March 23