AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : કોંગ્રેસના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી ગુમ થયાની આશંકા, પોલીસે તપાસ હાથ ધરી

Gujarat Election 2022 : કોંગ્રેસના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી ગુમ થયાની આશંકા, પોલીસે તપાસ હાથ ધરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2022 | 12:14 AM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પૂર્વે કોંગ્રેસના બનાસકાંઠા જિલ્લાના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી ગુમ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે . જેમાં દાંતા તાલુકાના છોટા બામોદરા પાસે કાંતિ ખરાડીની ગાડી રોકાવી પલટી મરાવી હોવાની વાત સામે આવી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પૂર્વે કોંગ્રેસના બનાસકાંઠા જિલ્લાના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી ગુમ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે . જેમાં દાંતા તાલુકાના છોટા બામોદરા પાસે કાંતિ ખરાડીની ગાડી રોકાવી પલટી મરાવી હોવાની વાત સામે આવી છે. આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ટ્વિટ કરી લખ્યું છે કે, કાંતિ ખરાડીનું માર મારી અપહરણ કરાયું છે.

ઉલ્લેખનીય છે કે, કાંતિ ખરાડીએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી અને બોગસ મતદાન અને ધાક ધમકીની ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ તેમણે આ અંગે આજે પણ કલેકટર એસપી અને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીને પણ જાણ કરી હતી, જો કે આ સમાચાર સામે આવ્યા બાદ જિલ્લા પોલીસ વડા સહિત એલસીબી અને પોલીસની ટીમો કાંતિ ખરાડી ને શોધવાના કામે લાગી છે. જ્યારે ધારાસભ્ય કાંતિ ખરાડીના બંને મોબાઈલ સ્વીચ ઓફ આવતા મુશ્કેલીઓ વધી છે.

Published on: Dec 05, 2022 12:04 AM
g clip-path="url(#clip0_868_265)">