Jamnagar: કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ CMના આશીર્વાદ લેતા તે ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યુ, કરી આ સ્પષ્ટતા

Jamnagar: કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ CMના આશીર્વાદ લેતા તે ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યુ, કરી આ સ્પષ્ટતા

author
| Edited By: | Updated on: Apr 03, 2022 | 4:53 PM

જામનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં જામજોધપુરના કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ કાલરીયા પણ હાજર રહ્યા હતા. ચિરાગ કાલરીયાએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના આશીર્વાદ લીધા હતા. જેને લઇને ચિરાગ કાલરિયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવતો જઈ રહ્યો છે. ચૂંટણી આવતાની સાથે જ પક્ષપલટાની મૌસમ પણ શરુ થઈ જતી હોય છે. ત્યારે હવે વધુ એક કોંગ્રેસના ધારાસભ્યના પક્ષપલટાના એંધાણ જોવા મળ્યા. જામનગર (Jamnagar)માં સીદસર ઉમિયાધાનમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ (MLA Chirag Kalsariya) તેમના આશીર્વાદ લેતા હવે તેઓ ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે. જો કે ચિરાગ કાલસરિયાએ આ વાતને માત્ર અફવા ગણાવી છે.

Congress MLA Chirag Kaleriya greets CM Bhupendra Patel in Jamnagar |Gujarat |TV9GujaratiNews

જામનગર જિલ્લામાં જામજોધપુર નજીક આવેલા સિદસર ખાતે કડવા પાટીદારો (Patidar)ના કુળદેવી ઉમિયા માતાજીના સાનિધ્યમાં વર્ષ 2012માં યોજાયેલા રજત જયંતી મહોત્સવની ઉજવણીને દસ વર્ષ પૂર્ણ થતા આગામી આજે રંગારંગ રજત જયંતી દશાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં જામજોધપુરના કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ કાલરીયા પણ હાજર રહ્યા હતા. ચિરાગ કાલરીયાએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના આશીર્વાદ લીધા હતા. જેને લઈને ચિરાગ કાલરિયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું.

જો કે સમગ્ર મામલે ચિરાગ કાલરીયા સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યુ કે હું ભાજપમાં જોડાવાનો છું તેવી માત્ર અફવાઓ છે, CM ભૂપેન્દ્ર પટેલ મારા વડીલ છે. તે માટે મે તેમના આશીર્વાદ લીધા હતા.

આ પણ વાંચોઃ Vadodara: છાણી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની દાદાગીરી, 14 વર્ષીય બાળકને બેહરમીપૂર્વક થપ્પડ, લાતોથી માર માર્યો

આ પણ વાંચોઃ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરાયો, પેટ્રોલ 103.08 અને ડિઝલ 97.35 રૂપિયે લીટર પર પહોંચ્યું