કોંગ્રેસનું મિશન 2022, OBC સમાજના મુદ્દાઓ ઉઠાવવા બેઠકમાં નિર્ણય લેવાયો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Congress) સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આરોગ્ય, શિક્ષણ, મોંઘવારી, રોજગારને બદલે ભાજપ માત્ર મૂળભૂત મુદ્દાઓથી ધ્યાન ભટકાવી રહી છે. પછાત-શોષિત વર્ગને યોગ્ય શિક્ષણ આરોગ્ય સુવિધાઓ મળતી નથી.
Ahmedabad: ગુજરાત વિધાનસભા ચૂંટણીને પગલે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. ત્યારે રાજ્યમાં કોંગ્રેસ (CONGRESS) દ્વારા ઓબીસીનો (OBC) મુદ્દો ઉઠાવવામાં આવશે. આગામી દિવસોમાં OBC સમાજના લોકોને જોડવા માટે તેમજ ઓબીસી સમાજની સમસ્યાને લઈને અવાજ ઉઠાવવામાં આવશે. જેનો રોડમેપ અમદાવાદમાં તૈયાર કરાયો હતો. કોંગ્રેસના કારોબારી બેઠકમાં પશુ બિલ તેમજ શિક્ષણની કફોડી હાલત સહિતના મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાની રણનીતિ અપનાવવામાં આવી છે.
ઓ.બી.સી. સહિતના વર્ગોને મળવા પાત્ર સહાય, યોજનાના બજેટમાં કાપ મુકતી કેન્દ્રની ભાજપ સરકાર ઓ.બી.સી. સહિતના વર્ગોને અન્યાય કરી રહી છે તેવો આક્ષેપ કરાયો. આ મામલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હરિયાણા સરકારના પૂર્વ વરિષ્ઠ મંત્રી કેપ્ટન અજયસિંઘ યાદવે જણાવ્યું હતું કે, દેશના 85 ટકા ઓ.બી.સી. સહિતના સામાન્ય મધ્યમ વર્ગ માટેની કલ્યાણકારી યોજના પાછળ માત્ર 25 ટકા બજેટ વાપરવાની જાહેરાતો થાય છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આરોગ્ય, શિક્ષણ, મોંઘવારી, રોજગારને બદલે ભાજપ માત્ર મૂળભૂત મુદ્દાઓથી ધ્યાન ભટકાવી રહી છે. પછાત-શોષિત વર્ગને યોગ્ય શિક્ષણ આરોગ્ય સુવિધાઓ મળતી નથી. આ માટે બનાવવામાં આવેલું નિગમને પણ પુરતું ફંડ આપવામાં આવતું નથી. જેના પગલે યોજનાઓનું યોગ્ય અમલીકરણ અને છેવાડાના નાગરિકોને લાભ મળતો નથી. કરોડો રૂપિયા ઉત્સવો-તાયફા, વિમાન ખરીદવા પાછળ વપરાય છે.
આ પણ વાંચો :ગુજરાતના 6 ગામડાઓને આદર્શ ગામ બનાવવામાં આવશે : અમિત શાહ
આ પણ વાંચો :રામનવમી પર્વે શોભાયાત્રા પર બે સ્થળોએ થયેલા પથ્થરમારા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી