કોગ્રેસના આ દિગ્ગજ નેતાએ ગુજરાત સરકારને ગણાવી સુપર સ્પ્રેડર, CR પાટીલ વિશે આપી દીધું આ મોટું નિવેદન

|

Dec 31, 2021 | 7:32 AM

કોંગ્રેસ નેતા એક દિગ્ગજ નેતાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આ નેતાએ કહ્યું કે હાલ સરકાર સુપર સ્પ્રેડરની ભૂમિકામાં છે. હાલ પુરતા વાઇબ્રન્ટ સહિતના આયોજનો મુલતવી રાખવા જોઇએ.

Corona in Gujarat: રાજ્યમાં ફરી કોરોના કેસ વધ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયા (Arjun modhwadia) દ્વારા સરકાર (Gujarat Governmenr) પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. અર્જૂન મોઢવાડિયાએ કહ્યું કે હાલ સરકાર સુપર સ્પ્રેડરની (Super Spreader) ભૂમિકામાં છે. રાત્રી દરમિયાન કર્ફ્યુ નાખે છે. અને દિવસ દરમિયાન વિવિધ ઉત્સવો અને ઉજવણી કરે છે. તો હાલ પુરતા વાઇબ્રન્ટ (Vibrant Gujarat) સહિતના આયોજનો મુલતવી રાખવા જોઇએ તેમ અર્જૂન મોઢવાડિયાએ કહ્યું છે.

ત્રીજી લહેરને મળશે આમંત્રણ: અર્જુન મોઢવાડિયા

અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે નમસ્તે ટ્રમ્પમાં આપણે ગુજરાતમાં કોરોનાના પ્રથમ વેવને આમંત્રણ આપ્યું. એ રીતે આ વાઇબ્રન્ટ ગુજરાત મોટા પાયે ત્રીજા વેવને આમંત્રણ આપે એવી શક્યતા છે. અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યું કે આ બધા ઉત્સવો કરવા જોઈએ, પરંતુ ઓનલાઈન કરવામાં આવે કે થોડા સમય બાદ કરવામાં આવે તો કંઈ ફેર ના પડે.

સીઆર પાટીલને લીધા નિશાના પર

અર્જુન મોઢવાડિયાએ આરોપના સ્વરમાં એમ પણ ઉમેર્યું કે ભાજપની આખી સરકાર, એના મંત્રીઓ અને ભાજપ પ્રમુખને તો કાયદાનો ડર જ નથી. એમને કાયદો લાગુ પડતો જ નથી. ત્યારે મોઢવાડિયાએ ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલ તરફ ઈશારો કરતા કહ્યું કે ‘એમને તો એમ જ લાગે છે, કે એમને કોઈ કાયદો લાગુ ન પડે. અને ગુજરાત સરકાર તેમની નીચે કામ કરે છે.’

 

આ પણ વાંચો: અમદાવાદના મોટા બિલ્ડરનું અપહરણ: ફિલ્મી સ્ટાઈલમાં ઉઠાવી ગયા અને માંગી અધધધ ખંડણી, જાણો વિગત

આ પણ વાંચો: Ahmedabad: મુખ્યમંત્રીની AMC અધિકારીઓ સાથે બેઠક, કાઈટ ફેસ્ટીવલ અને ફ્લાવાર શો વિશે લેવાયો આ મોટો નિર્ણય

Next Video