અમદાવાદ પૂર્વની વટવા બેઠક પરથી કોંગ્રેસે OBC ઉમેદવાર બળવંતસિંહ ગઢવીને આપી ટિકિટ, તો ભાજપમાં હજુ સસ્પેન્સ યથાવત

|

Nov 14, 2022 | 11:56 PM

Gujarat Election 2022: અમદાવાદ પૂર્વની વટવા બેઠક પરથી કોંગ્રેસે OBC ઉમેદવાર બળવંત ગઢવીને ટિકિટ આપી ભાજપના ગઢમાં ગાબડુ પાડવાનો ચોક્કસ પ્રયાસ કર્યો છે. ભાજપે આ બેઠક પર હજુ સુધી કોઈ ઉમેદવાર જાહેર કર્યા નથી.

અમદાવાદ જિલ્લામાં કુલ 21 બેઠકો છે અને તે પૈકી 16 શહેરની બેઠકો છે. આમ તો શહેરી વિસ્તારને ભાજપનો ગઢ માનવામાં આવે છે. ત્યારે અમદાવાદની 16 બેઠકોમાંથી એક છે વટવા વિધાનસભા બેઠક. અમદાવાદ પૂર્વમાં આવેલી વટવા બેઠક ભાજપનો ગઢ ગણાય છે. આ બેઠક પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાનો મતવિસ્તાર છે. આ બેઠક પર ભાજપે હજુ સુધી કોઈ ઉમેદવાર જાહેર કર્યા નથી તો સામે પક્ષે વિપક્ષી પાર્ટી કોંગ્રેસે આ વખતે આ બેઠક પરથી OBC ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંત ગઢવીને ટિકિટ આપી છે.

ગુજરાત એેસેમ્બલી ઈલેક્શન 2022:  વટવા બેઠક પર ભાજપે હજુ નથી કરી ઉમેદવારની જાહેરાત 

આ બેઠકને લઈને માલધારી સમાજ પણ મેદાને છે અને તેમની માગ છે કે ભાજપ આ બેઠક પર સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપે. કોઈ આયાતી ઉમેદવારનું તેઓ સમર્થન કરશે નહીં. ત્યારે આ બેઠકને લઈને ભાજપમાં હાલ છેલ્લી ઘડી સુધીનું મંથન ચાલી રહ્યુ છે. વટવા બેઠક પર છેલ્લી બે ટર્મથી ભાજપના પ્રદિપસિંહ જાડેજા વિજેતા થયા છે. વટવા બેઠક વર્ષ 2012માં નવા નવા સીમાંકન હેઠળ અસ્તિત્વમાં આવી હતી. વર્ષ 2017માં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા 62 હજારની જંગી લીડથી જીત્યા હતા. ત્યારે કોંગ્રેસે બળવંતસિંહ ગઢવીને અહીંથી મેદાને ઉતારી ભાજપના ગઢમાં ગાબડુ પાડવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે કોંગ્રેસ તેમા સફળ રહેશે કે કેમ તે તો આવનારો સમય જ કહેશે.

Published On - 11:53 pm, Mon, 14 November 22

Next Video