અમદાવાદની વટવા બેઠક પર માલધારી સમાજના ઉમેદવારને ટિકિટ આપવાની ઉઠી માગ

Gujarat Election 2022: અમદાવાદની વટવા બેઠક પર ભાજપ દ્વારા હજુ સુધી ટિકિટની જાહેરાત કરવામાં આવી નથી. વટવામાં માલધારી સમાજની વસ્તી વધુ છે. ત્યારે વટવાના માલધારીઓએ આ બેઠક પરથી માલધારી સમાજના ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2022 | 11:37 PM

અમદાવાદની વટવા બેઠક પર ભાજપ દ્વારા હજુ સુધી ઉમેદવારના નામની જાહેરાત કરાઈ નથી. ત્યારે વટવામાં માલધારી સમાજના ઉમેદવારને ટિકિટ આપવાની માગ ઉઠી છે. વસ્ત્રાલના કર્ણાવતી ચાર રસ્તા પાસે બહોળી સંખ્યામાં માલધારી સમાજના યુવાનો અને આગેવાનો એકત્રિત થયા હતા અને સમાજના આગેવાનોએ માગ કરી કે વટવા બેઠક પર પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે. અથવા તો વટવાના સ્થાનિક અને યુવા માલધારીને ટિકિટ આપવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: વટવાથી પ્રદિપસિંહ જાડેજાને ટિકિટ આપવા માલધારી સમાજની ઉગ્ર માગ

માલધારી સમાજના આગેવાન શૈલેષ ભરવાડે જણાવ્યુ કે અમારી માગ એક જ છે કે જ્યા સુધી પૂર્વગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને મળતી હોય તેમા જ દરેક માલધારીઓનુ હિત છે. તેમણે જણાવ્યુ કે દરેક માલધારી એવુ ઈચ્છે છે કે પ્રદિપસિંહ જાડેજાને ટિકિટ મળવી જોઈએ અને જો પ્રદિપસિંહને ટિકિટ ના મળે તો અમારા માલધારી સમાજને ટિકિટ આપો. તેમણે કહ્યુ કે વટવા વિધાનસભામાં સ્થાનિક માલધારીને ટિકિટ મળવી જોઈએ અને અમારો નેતા માલધારી હોવો જોઈએ તેવી ઉગ્ર માગ કરી છે. માલધારી સમાજની રજૂઆત છે કે વર્ષોથી ભાજપ સાથે માલધારીઓ જોડાયેલા છે. અને તેમના સમર્પિત મતદારો રહ્યા છે. તો પાર્ટીએ તેમની માગ પર ધ્યાન આપવુ જોઈએ.

આપને જણાવી દઈએ કોંગ્રેસે અમદાવાદની વટવા બેઠકથી બળવંતભાઈ ગઢવીને ટિકિટ આપી છે. જોકે ભાજપમાં હજુ આ બેઠકને લઈને સસ્પેન્સ યથાવત છે.

Follow Us:
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">