ગુજરાતમાં ભાજપનું ક્લિન સ્વીપનું સપનું રોળાયું, બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની ભવ્ય જીત

ગુજરાતમાં ભાજપનું ક્લિન સ્વીપનું સપનું રોળાયું, બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની ભવ્ય જીત

| Updated on: Jun 04, 2024 | 6:58 PM

રાજ્યની 26 લોકસભા બેઠકો પૈકી સૌથી વધુ ચર્ચાસ્પદ બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોરએ ભાજપના ગઢમાં ગાબડું પાડતા ભવ્ય જીત મેળવી છે.

રાજ્યની 26 લોકસભા બેઠકો પૈકી સૌથી વધુ ચર્ચાસ્પદ બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોરએ ભાજપના ગઢમાં ગાબડું પાડતા ભવ્ય જીત મેળવી છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર આ વખતે બંન્ને મહિલા ઉમેદવારો મેદાને હતા ભાજપ માંથી રેખા ચૌધરીને ટિકિટ અપાઈ હતી આ સાથે કોંગ્રેસમાંથી ગેની ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી ત્યારે ભાજપનું ત્રીજી વખતે ક્લિન સ્વીપનું સપનું ગેનીબેન ઠાકોરે તોડી નાખ્યું છે અને ભાજપના ગઢમાં ગાબડુ પાડી મોટી જીત હાસલ કરી છે.

ગેનીબેન ઠાકોરની જીત પર શક્તિસિંહ ગોહિલે અભિનંદન પાઠવ્યા છે. શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ગેનીબેન ઠાકોરને અભિનંદન આપ્યા.

તમને જણાવી દઈએ છેલ્લે 2009લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે જીત મેળવી હતી તે બાદ 2014 અને 2019નીમાં ભાજપે આ સીટ જીતી લીધી હતી. જોકે હવે દાવ ઉંધો થઈ ગયો છે અને ફરી એકવાર કોંગ્રેસના ગેનીબેને ભાજપને જોરદાર ટક્કર આપી છે અને 21 હજાર મતોની લીડ મેળવીને ભાજપના ગઢમાં ગાબડુ પાડી દીધુ છે.

 

Published on: Jun 04, 2024 03:12 PM