ખંભાળિયાથી કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમનું છલકાયું દર્દ, કહી આ વાત

|

Nov 15, 2022 | 11:43 PM

Gujarat Election 2022: કોંગ્રેસના દ્વારકાથી ઉમેદવાર વિક્રમ માડમનું દર્દ છલકાયુ છે. એક સભા દરમિયાન માડમે જે વાતો કહી તેના પરથી સ્પષ્ટ થઈ ગયુ કે હકુભા અને કાંધલ જાડેજાને ટિકિટ ન મળી તેનુ વિક્રમ માડમને ઘણુ દુ:ખ છે.

દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમનું દર્દ છલકાયું. કોંગ્રેસની સભામાં વિક્રમ માડમે હકુભા જાડેજા, કાંધલ જાડેજા અને તેમની ત્રિપુટી તૂટ્યાનો સ્વીકાર કર્યો. વિક્રમ માડમે જણાવ્યું કે અમારી ત્રિપુટીને કારણે કેટલાક લોકોના પેટમાં તેલ રેડાયું. કાંધલ જાડેજાને એનસીપીની ટિકીટ ન મળી. હકુભાને ભાજપ ટિકિટ ન આપી અને હવે વિક્રમ માડમને પૂરો કરવા નીકળ્યા હોવાનો દાવો માડમે જાહેર મંચ પરથી કર્યો.

ગુજરાત એેસેમ્બલી ઈલેક્શન 2022: વિક્રમ માડમનુ સામે આવ્યુ દર્દ

હકુભાના એક પ્રસંગને વિક્રમ માડમે યાદ કરતા કહ્યુ કે હકુભાએ એક સપ્તાહ બેસાડી હતી. આખા ગુજરાતમાં કોઈ ન બેસાડે એવી એ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યુ હતુ. એ દરમિયાન મારા ઉપર અને હકુભા ઉપર કાંધલ જાડેજાએ ખૂબ રૂપિયા ઉડાડ્યા હતા. આખી દુનિયાએ એ વીડિયો જોયો, ફોરેનમાં પણ ચાલ્યો. પરંતુ કેટલાકના પેટમાં તેલ રેડાઈ ગયુ. ખતમ કરી નાખો આ ત્રીપુટીને.  બાકી રહ્યો વિક્રમ માડમ તો એને પણ ભૂસી નાખો.

એક ચૂંટણી સભા દરમિયાન વિક્રમ માડમનું આ પ્રકારનું  દર્દ બહાર આવ્યુ છે.  આપને જણાવી દઈએ કે જામનગરથી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભાને બદલે ભાજપે આ વખતે રીવાબા જાડેજાને ટિકિટ આપી છે તો પોરબંદરની કુતિયાણા બેઠક પરથી એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થતા ત્યાંથી એનસીપીએ કોઈને ટિકિટ આપી નથી. આથી કાંધલ જાડેજાએ કુતિયાણાથી સમાજવાદી પાર્ટી અને અપક્ષ ઉમેદવારી કરી છે.

Next Video