પરેશ ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયો પર કર્યો કટાક્ષ, પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા, જુઓ Video

પરેશ ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયો પર કર્યો કટાક્ષ, પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા, જુઓ Video

| Edited By: | Updated on: Apr 29, 2024 | 2:16 PM

કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનો પાટિદાર અને ક્ષત્રિયો પર કટાક્ષ કર્યાનો વીડિયો સામે આવ્યો છે. પરેશ ધાનાણીએ આ વીડિયોમાં પટેલો અને ક્ષત્રિયોને હરખ પદુડા કહ્યા હતા આ સાથે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે 1995માં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવા ભાજપનું બીજ વાવ્યું

રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયો પર કટાક્ષ કર્યો છે. પરેશ ધાનાણીએ ક્ષત્રિય અને પાટીદારોને હરખ પદુડા કહ્યાં હતા. આ સાથે “1995માં ભય, ભુખ અને ભ્રષ્ટ્રાચાર દૂર કરવા ભાજપનું બીજ વાવ્યું” હોવાના પણ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

આ સમયે પરેશ ધાનાણીના એક વીડિયોની લાઈન ખુબ જ વાયરલ થઈ રહી છે, જેમાં ધાનાણી બોલ્યા હતા કે “પટેલ અને બાપુ હરખ પદુડા થઇને દરરોજ 10 ડોલ પાણી પાયું”

પરેશ ધાનાણીના નિવેદન બાદ વિવાદ

કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનો પાટીદાર અને ક્ષત્રિયો પર કટાક્ષ કર્યાનો વીડિયો સામે આવ્યો છે. પરેશ ધાનાણીએ આ વીડિયોમાં પટેલો અને ક્ષત્રિયોને હરખ પદુડા કહ્યા હતા. આ સાથે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે 1995માં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવા ભાજપનું બીજ વાવ્યું. પટેલ અને બાપુ હરખ પદૂડા થઈને 10 ડોલ પાણી પાયું. આ નિવેદન બાદ વિવાદ થઈ રહ્યો છે.આ સાથે ધાનાણીએ 1995ને યાદ કરાવ્યો હતો.

ધાનાણીએ પોતાના ભાષણમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતુ કે કોઈ સમાજ બાકી રહ્યા નથી, વારાફરતી બધાનો વારો આવી રહ્યો છે. મળતી મુજબ રાજકોટથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી આ દરમિયાન માલધારી સમાજના કાર્યક્રમમાં પરંપરાગત ડ્રેસમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે અહીં પાટીદારો અને ક્ષત્રિયોને હરખ પદુડા કહી કટાક્ષ કર્યો હતો.

Follow Us
Loading...
Unable to load recommendations.