નોટ ફોર વોટ ! ડભોઇના કોંગ્રેસના ઉમેદવાર આવ્યા વિવાદમાં, પ્રચારમાં રૂપિયા આપતા હોવાનો વીડિયો VIRAL

|

Nov 23, 2022 | 7:59 AM

Viral Video : શહેરના ભાયલી વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર બાળકૃષ્ણ ઢોલાર પ્રચાર દરમિયાન તેઓ રૂપિયા આપતા જોવા મળે છે. આપને જણાવી દઈએ કે ભાજપમાંથી ટિકિટ ન મળતા બાળકૃષ્ણ ઢોલાર કોંગ્રેસમાં જોડાયા હતા.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કરવા નેતાઓ જાત-જાતના પેંતરા કરતા જોવા મળે છે. ડોર ટુ ડોર પ્રચારથી લઈને રેલી દ્વારા નેતાઓ મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. જો કે પ્રચાર દરમિયાન ડભોઇના કોંગ્રેસના ઉમેદવાર આવ્યા વિવાદમાં આવ્યા છે. બાળકૃષ્ણ ઢોલારે પ્રચારમાં લોકોને રૂપિયા આપ્યા હોવાનું સામે આવ્યુ છે, જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા નેતાજી વિવાદમાં

શહેરના ભાયલી વિસ્તારમાં બાળકૃષ્ણ ઢોલાર પ્રચાર દરમિયાન તેઓ રૂપિયા આપતા જોવા મળે છે. આપને જણાવી દઈએ કે ભાજપમાંથી ટિકિટ ન મળતા બાળકૃષ્ણ ઢોલાર કોંગ્રેસમાં જોડાયા હતા.

તો આ તરફ એક નેતાને પ્રચારમાં કડવો અનુભવ થયો છે.બનાસકાંઠાના પાલનપુરમાં લોકોએ કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલનો વિરોધ કર્યો છે.ઘટના જનતાનગરની છે. જ્યાં લોકોએ મહેશ પટેલ અને કોર્પોરેટરના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સમગ્ર વિસ્તારમાં લોકોએ બેનર લગાવ્યા છે કે,  મહેશ પટેલ અને તેમના સાથી કોર્પોરેટરે મત માગવા માટે આ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં, પોતાના અપમાનના જવાબદાર તમે જ રહેશો. લોકોનું કહેવું છે કે પાંચ વર્ષમાં તેમના વિસ્તારમાં કોઈ કાર્યો થયા નથી.

Published On - 7:52 am, Wed, 23 November 22

Next Video