ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સરકારે દારૂની શરતી છૂટ આપતાની સાથે જ રિયલ એસ્ટેટ સેક્ટરમાં જોવા મળી રહી છે. લોકો હવે ગિફ્ટ સિટીમાં જમીન ખરીદવા પડાપડી કરી રહ્યા છે. આ સાથે ગિફ્ટ સિટીમાં જમીનના ભાવો પણ રાતોરાત વધી ગયા છે. જેનો સીધો ફાયદો બિલ્ડર્સ અને ઈન્વેસ્ટર્સને થવાનો છે.
સરકારની દારૂની શરતી ‘ગિફ્ટ’ બિલ્ડરોને ફળી છે. સરકારની જાહેરાતની સાથે જ ગિફ્ટ સિટીમાં રિયલ્ટી સેક્ટરને ફાયદો થયો છે. અમદાવાદ-ગાંધીનગરના રિયલ્ટી સેક્ટરમાં તેજી આવી છે. ગિફ્ટ સિટીમાં જમીન તથા મકાન ખરીદવા પડાપડી થઈ રહી છે. ઓફિસો અને મકાનોના ભાવમાં વધારો થયો છે. જમીનના ભાવમાં સ્ક્વેરફિટ દીઠ રૂપિયા 2500થી 3000નો વધારો થયો. ગિફ્ટ સિટીની આસપાસની જમીનોના ભાવ પણ વધ્યાં.
દારૂની શરતી છૂટની જાહેરાત થયા બાદ ઇન્કવાયરી વધી છે. મુંબઈ, હૈદરાબાદ સહિતની IT કંપનીઓની પણ ઇન્કવાયરી આવી રહી છે. દારૂની છૂટ અંગેની જાહેરાત બાદ 10થી 12 ટકાનો ભાવવધારો થયો છે. અમદાવાદ અને ગાંધીનગરના રેસિડન્સ માર્કેટમાં પણ તેજી આવશે.
આ મુદ્દે ક્રેડાઈના ચેરમેન ધ્રુવ પટેલે કહ્યું કે, પહેલાં બહારની કંપની અહીં આવવામાં અચકાતી હતી, હવે લિકરની છૂટ આપતા ડિમાન્ડ વધશે. ડિમાન્ડ વધે એટલે ચોક્કસ ભાવ વધશે. જેથી બિલ્ડર્સ અને ઈન્વેસ્ટરોને સીધો ફાયદો થશે અને ભવિષ્યમાં વધુ ડેવલપમેન્ટ થશે.
અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો