Rajkot: બેંક સાથે છેતરપિંડીનો વધુ એક કિસ્સો! રાજકોટના લોટિયા પરીવાર સામે CBIમાં નોંધાઈ ફરિયાદ, 29 કરોડની છેતરપિંડીનો આરોપ

Rajkot: બેંક સાથે છેતરપિંડીનો વધુ એક કિસ્સો! રાજકોટના લોટિયા પરીવાર સામે CBIમાં નોંધાઈ ફરિયાદ, 29 કરોડની છેતરપિંડીનો આરોપ

| Edited By: | Updated on: May 30, 2022 | 2:40 PM

ઉલ્લેખનીય છે કે કપાસના ઉત્પાદનો (cotton products) માટે જીનિંગ યુનિટ સ્થાપવાનું કારણ આપીને યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાંથી લોન મેળવી હતી. પરંતુ લોનના હપ્તા સમયસર ન ભરતા ખાતુ એનપીએસ થયુ હતું.

રાજકોટના ગોંડલ તાલુકાની લક્ષ્મી કોટન પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના સંચાલકો સામે 29 કરોડ રૂપિયાની ઠગાઈનો આરોપ લાગ્યો છે. મળતી માહિતી મુજબ કંપનીના ડાયરેક્ટર્સએ યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાંથી લોન મેળવીને 29.61 કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ ભોપાલ સીબીઆઈમાં નોંધવામાં આવી છે. જેમાં રાજકોટમાં (Rajkot Latest News) રહેતા લોટિયા પરીવારના સભ્યોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં નિમીષ લોટીયા, વિશાલ લોટીયા, નટવરલાલ લોટીયા અને મનોરમા લોટીયાના નામ છે. આ ઉપરાંત સરકારી અને ખાનગી અજાણ્યા શખ્સો સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.

ફોરેન્સિક ઓડિટ રિપોર્ટમાં બહાર આવ્યુ હતુ કે લક્ષ્‍મી કોટન પ્રાઈવેટ લિમિટેડના કંપનીના ડાયરેક્ટર્સએ અંગત ખાતાઓમાં લોનની રકમ ટ્રાન્સફર કરી દીધી હતી, જેમાં વિશાલ ટ્રેડર્સ નામની તેમની સહયોગી કંપનીના ખાતામાં 8.15 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. વિશાલ ટ્રેડર્સનું ખાતુ કંપનીના ડાયરેકટરો નાણા ઉપાડવા અને નાણા ડાયવર્ડ કરવા માટે વાપરતા હતા. ઉલ્લેખનીય છે કે કપાસના ઉત્પાદનો માટે જીનિંગ યુનિટ સ્થાપવાનું કારણ આપીને યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાંથી લોન મેળવી હતી. પરંતુ લોનના હપ્તા સમયસર ન ભરતા ખાતુ એનપીએસ થયુ હતું.