Mehsana: મહેસાણા, વિજાપુર, કડી, ઉંઝા અને વિસનગરમાં 14 જેટલા તબીબના સ્ટિંગ કરાયા, ત્રણ ગાયનેક તબીબ સામે નોંધાઈ ફરિયાદ, જૂઓ Video
મહેસાણા જિલ્લામાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અટકાવવા તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણા કલેક્ટરે ત્રણ ગાયનેક તબીબ સામે ફરિયાદ નોંધવા હુકમ કર્યો છે. મહેસાણા, વિજાપુર, કડી, ઉંઝા અને વિસનગરમાં 14 જેટલા તબીબના સ્ટિંગ કરાયા હતા. જે પૈકી ત્રણ તબીબના ખુલાસા યોગ્ય જણાયા નથી. કડીના બે સહિત 3 તબીબ સામે હાલ કાર્યવાહીના આદેશ અપાયા છે.
Mehsana : એક તરફ સરકાર બેટી બચાઓ, બેટી પઢાવોના સૂત્ર સાથે કન્યા કેળવણીની પહેલ કરી રહી છે. બીજી તરફ હજુ પણ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ (Fetal testing) થતુ હોવાનું સામે આવ્યુ છે. મહેસાણા જિલ્લામાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અટકાવવા તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણા કલેક્ટરે ત્રણ ગાયનેક તબીબ સામે ફરિયાદ નોંધવા હુકમ કર્યો છે. મહેસાણા, વિજાપુર, કડી, ઉંઝા અને વિસનગરમાં 14 જેટલા તબીબના સ્ટિંગ કરાયા હતા. જે પૈકી ત્રણ તબીબના ખુલાસા યોગ્ય જણાયા નથી. કડીના બે સહિત 3 તબીબ સામે હાલ કાર્યવાહીના આદેશ અપાયા છે. જે બાદ અન્ય તબીબો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. મહેસાણા જિલ્લામાં સ્ત્રી જન્મદર સુધારવા આરોગ્ય તંત્ર સતર્ક થયું છે. મહેસાણામાં હાલમાં એક હજાર દીકરાની સામે 950 દીકરીઓનો જ જન્મદર છે.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
