AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સામે વધુ એક ફરિયાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

|

Sep 05, 2022 | 1:02 PM

આહિર સમાજના યુવાને આરોપ લગાવ્યો છે કે,જાહેર સભામાં ભગવાન શ્રી કષ્ણને (lord Krishna)  તેઓએ રાક્ષસો સાથે સરખાવીને સમસ્ત હિન્દુ સમાજની (Hindu) લાગણી દુભાવી છે.

આમ આદમી પાર્ટીના (Aam Admi Party) ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા (Gopal italia) સામે વધુ  ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદી અમિત આહિરે આરોપ લગાવ્યો છે કે,જાહેર સભામાં ભગવાન શ્રી કષ્ણને (lord Krishna)  તેઓએ રાક્ષસો સાથે સરખાવીને સમસ્ત હિન્દુ સમાજની (Hindu) લાગણી દુભાવી છે. મહત્વનું છે કે, ભાવનગર શહેરના ઉમરાળા પોલીસ સ્ટેશનમાં (Bhavnagar police station) ગઈકાલે મોડી રાત્રે ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ ફરિયાદ થઈ હતી. હાલ પોલીસે IPC 295A અને IPC 298 ની કલમ મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

સુરતમાં પણ બદનક્ષીની ફરિયાદ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (gujarat election)  હવે ગણતરીના મહિનાઓ બાકી છે,ત્યારે રાજકીય માહોલ પણ ગરમાયો છે.આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે રાજ્યના ગૃહમંત્રી પર આક્ષેપ કર્તાયા હતા.AAP ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીની (Harsh Sanghavi)  જગ્યાએ ડ્રગ્સ સંઘવી કહીને સંબોધન કરવામાં આવ્યુ હતુ.

જોકે હવે આ મામલે ગોપાલ ઇટાલિયાની મુસીબતમાં વધારો થયો છે, કારણ કે તેના વિરુદ્ધ હવે ઉમરા પોલીસ (Surat police)  સ્ટેશનમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.બીજી તરફ ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મારા પર ફરિયાદ થઇ છે એ જ બતાવે છે કે બીજેપી અમારાથી ડરી ગઈ છે. મારા પર ફરિયાદ કરવાથી ગુજરાતમાં નશાનો કારોબાર બંધ નથી થવાનો.

Published On - 1:01 pm, Mon, 5 September 22

Next Video